તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ: ભરવાડ-દરબારના જૂથ વચ્ચે ધીંગાણું, મારક હથિયારો નીકળતા વિદ્યાર્થીઓમાં ફફડાટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: આણંદ પાસેના કરમસદની સરદાર પટેલ હાઈસ્કુલમાં ભરવાડ અને દરબાર કોમના બે વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. જેના પગલે બંને કોમના વિદ્યાર્થીઓએ આ અંગેની જાણ તેમના સંબંધી-મિત્રોને કરતાં બંને જૂથના ટોળાં સ્કુલ કમ્પાઉન્ડમાં મારક હથિયારો સાથે ધસી ગયા હતા. આ બનાવની જાણ થતાં વિદ્યાનગર પોલીસ તુરંત જ દોડી આવી હતી. સ્કૂલના આચાર્યે વિદ્યાનગર પોલીસ સ્ટેશને ટોળાં વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પરિવારજનો સ્કુલ કમ્પાઉન્ડમાં ધસી આવ્યા
આ ફરિયાદમાં સ્કૂલના આચાર્ય દિપકચંદ્ર બચુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુરૂવારે સવારે દસ વાગ્યે સ્કુલમાં ગયા હતા ત્યારે સ્કુલમાં તેમને જાણવા મળ્યું હતું કે, દેવરાજપુરામાં રહેતો અને શાળામાં ધો. 12 માં અભ્યાસ કરતા વિરલ નામના વિદ્યાર્થીને ધો. 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિપુલ સાથે તકરાર થઈ હતી. તેની રીસ રાખીને સ્કૂલમાં પાંચથી છ ભરવાડ યુવકો લાકડાના દંડા સાથે દોડી આવ્યા હતા અને વિરલને શોધીને માર માર્યો હતો. જેથી વિરલે બૂમાબૂમ કરી મૂકી હતી અને અા બનાવના પગલે શાળાના વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
પોલીસે ટોળાંને વિખેરીને મામલો થાળે પાડ્યો
આ બનાવની જાણ દેવરાજપુરામાં થતાં ત્યાંથી પણ યુવકો લાકડીઓ લઇને શાળા પર ધસી આવતાં ભયનો માહોલ સર્જાયો હતો. જેને લઇને ભારે હોબાળો મચી ગયો હતો. આ બનાવની જાણ થતાં જ વિદ્યાનગર પોલીસ કાફલો દોડી ગયો અને બંને કોમના ટોળાંને વિખેરીને મામલો થાળે પાડ્યો હતો. બીજી તરફ આ અંગેની જાણ થતાં શાળાના કર્મી રાકેશભાઈ પટેલે બંને ટોળાંને દૂર કર્યા હતા. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ બનાવ સંદર્ભે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો