વાંસદા: રસ્તાની બાજુમાંથી મળી યુવાનની સળગાવેલી લાશ, ઓળખ કરવી પણ મુશ્કેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા: વાંસદા-ચીખલી માર્ગ પર કંબોયા ગામે ગતરાત્રિ દરમિયાન કોઈક યુવાનને સળગાવી ગયું હતું. જેની લાશ શનિવારે મળી આવતા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. વાંસદા-ચીખલી માર્ગ પર આવેલા વાંસદા તાલુકાના કંબોયા ગામેથી પસાર થતી નહેર પાસે રસ્તાની બાજુમાં આશરે 18થી 20 વર્ષની ઉંમરના અજાણ્યા યુવાનને શુક્રવારની રાત્રિ દરમિયાન સળગાવી દીધો હતો અને તે એટલી હદે સળગી ગયો હતો કે તેની લાશની ઓળખ પણ થઈ શકી એમ નથી.
બકરા ચરાવવા જતા બાળકોએ લાશ જોઇ
શનિવારે આ સળગેલી લાશને બકરા ચરાવવા જતા છોકરાઓએ જોતા ગ્રામજનોને જાણ કરી હતી. ગ્રામજનોએ પોલીસને બોલાવતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ આરંભી હતી. પોલીસે વધુ તપાસ માટે એફએસએલને બોલાવી લાશનું પેનલ પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ બનાવ અંગે ઝરી ગામના માજી સરપંચ ધનજીભાઈ પટેલે વાંસદા પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...