તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરસદ જ્યુડિશ્યલ કોર્ટમાં અસહ્ય દંડના વિરોધ, બાર એસોસિએશન વકીલોની હડતાળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોરસદ: બોરસદની જ્યુડિશ્યલ ફર્સ્ટ કલાસ મેજિસ્ટ્રેટની તમામ કોર્ટોમાં વોરંટ રદ કરવાના કેસોમાં અસહ્ય દંડ ફટકારાવામાં આવે છે. તેના વિરોધમાં બોરસદ બાર એસોસિએશન વકીલોએ ઠરાવ કરી જ્યાં સુધી અસહ્ય દંડ ફટકારવાની કામગીરી બંધ નહીં કરાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પાડી કોર્ટની કાર્યવાહીથી અડગા રહેવાનો નિર્ણય કર્યો છે.
આરોપીઓને અસહ્ય દંડ ફટકારવામાં આવ્યા

બોરસદની જ્યુડિશ્યલ ફર્સ્ટ કલાસ મેજિસ્ટ્રેટની કોર્ટમાં છેલ્લા કેટલાય સમયથી આરોપીઓને અસહ્ય દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જેના વિરોધમાં બોરસદ બાર એસોસિએશનની મિટીંગ મળી હતી. તેમાં એસોસિએશનના પ્રમુખ કિરણકુમાર પી.તપોધન તથા બાર એસોસિએશનના સભ્યો ઠરાવ કરેલો બોરસદ કોર્ટના તમામ જજના વોરંટ રદ કરવા જેવા કિસ્સામાં અમાનવીય રીતે ન્યાયના સિદ્ધાંતોની ઉપરવટ જઇ અસહ્ય દંડ ફટકારે છે. આ બાબતે અગાઉ પણ પ્રિન્સિપલ સિવિલ જજને રૂબરૂ મળીને રજૂઆત કરી હોવા છતાં તેમાં કોઇપણ સુધાર આવ્યો નથી. જ્યારે નામદાર હાઇકોર્ટે, સુપ્રિમ કોર્ટ, તથા અન્ય ડિસ્ટ્રીકટ કોર્ટોમાં વોરંટ રદ કરવાના કેસમાં સામાન્ય આરોપીઓને માત્ર બોધપાઠ આપવા અને નિયત કરેલ સામાન્ય દંડ વસુલવામાં આવે છે.
બાર કાઉન્સિલર ઓફ ગુજરાત અમદાવાદને મોકલવ્યા

બોરસદ તાલુકાના તમામ કોર્ટમાં કાયદાની પ્રોસીઝર મુજબ કામ ન કરે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પાળવાનો ઠરાવ કર્યો હતો. આ ઠરાવની નકલ આણંદ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ તથા બોરસદના પ્રિન્સિપલ સિવિલ જજ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અને બાર કાઉન્સિલર ઓફ ગુજરાત અમદાવાદને મોકલવામાં આવેલ છે. આ બેઠકમાં ઉપપ્રમુખ સચીન બી. રાવલ, સેક્રેટરી પ્રકાશ ક્રિશ્ચિયન, જે. એસ. પટેલ, જુલ્ફીકાર મલેક, પી. એ. ચૌહાણ સહિતના તમામ વકીલો ઉપસ્થિત રહી કોર્ટ પરિસરમાં ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો