તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાપાના બહેન ગંગાબાએ કહ્યું, ‘વૈરાગ્ય લીધા પછી મોટાભાઈ રાખડીની પ્રસાદી પરત મોકલતા’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદઃ બીએપીએસ સંપ્રદાયના વડા પ્રમુખસ્વામી મહારાજાનો આણંદ સાથે અનોખો નાતો જોડાયેલો છે. બીએપીએસ સંસ્થાના ઉદ્દભવ સ્થાન આણંદમાં શાસ્ત્રી મહારાજ વડતાલ ખાતેથી પધાર્યા હતા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે એક હરિભકતના ઠાકોરજીને પ્રસ્થાપિત કરીને બીએપીએસ સંસ્થાના પાયો નાખ્યો હતો. તેથી બાપાને આણંદ સાથે વધુ ઘરોબો હતો. બીજીબાજુ છેલ્લા કેટલાક સમયેથી બાપાની નાની બહેન ગંગાબેન આણંદ ગણેશ ચોકડી પાસે સંસારી જીવન વીતાવી રહ્યા છે.
ગંગાબાએ 18 વર્ષની ઉંમરે શાંતિલાલ એટલે કે પ્રમુખસ્વામીને રાખડી બાંધી હતી

પ્રમુખસ્વામી મહારાજ બ્રહ્મલીન થયાના સમાચાર ગંગાબેનને મળતાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ હતી. લાખો હરિભકતોના સાચા પંથક દર્શન બાપા અક્ષરધામ નથી તે તો આપણા સૌની વચ્ચે છે. અને કાયમ રહેશે તેમ પૂર્વાશ્રયના નાનાબહેન ગંગાબેને એક મુલાકાતમાં જણાવ્યું હતું. ગંગાબેને જણાવ્યું હતું કે બે દિવ્સ બાદ રક્ષાબંધન છે. ત્યારે આ વર્ષે પણ રાખડી મોકલીશ તેમને શ્રદ્ધા છે કે મહંત સ્વામીમાં બાપાનો વાસ છે. જેથી જ કહે છે બાપાધામમાં નહી આપણી વચ્ચે જ છે. ગંગાબેને જણાવ્યું હતું કે 18 વર્ષની ઉંમરે શાંતિલાલ એટલે કે પ્રમુખસ્વામીને રાખડી બાંધી હતી. ત્યારબાદ વૈરાગ્ય લેતા તેઓ દરવર્ષે રક્ષાબંધને તેઓને રાખડી મોકલતા હતા. પરંતુ પ્રભુમય બનેલ અને સર્વસ્વ ત્યાગી દીધુ હતું. તેવા પ્રમુખસ્વામી પોતાની રાખડીને પ્રસાદી સ્વરૂપે પરત મોકલતા હતા. તે રાખડી પરિવારજનો અમને પ્રસાદી સ્વરૂપે વહેંચતા હતા.
બાળપણથી જ શાંતિલાલ અંતરયામી હતા

ગંગાબેને બાપા સાથે બાળપણ વાગોળતા જણાવ્યું હતું કે બાપાના બાળપણનો બાંધો ગોળમટોળ હોવાથી મિત્રો તેમને ચીડવવા માટે પંપોના હુલામણા નામથી બોલાવવા હતા. એક વખત ગંગાબેેન ઘરમાં જમવા બેઠા હતા. ત્યારે એકાએક શાંતિલાલ (બાપા) ઘરમાં દોડી આવ્યાં હતાં. બહેનનો હાથ પકડી ઘરની બહાર લઇ ગયા હતા. ઘરની બહાર કેમ લઇ જાય છે તે ગંગાબેન સમજે તે પહેલા જ ઘરની દીવાલ ધરાશાઇ થઇ ગઇ હતી. આમ બાળપણથી જ શાંતિલાલ અંતરયામી હતા.

બાપા પગપાળા જ ગામોમાં વિચરણ કરતાં હતાં

બોચાસણ અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિર બીએપીએસ સંસ્થાનું પાયાનું મંદિર છે. પ્રમુખ સ્વામી મહારાજે 1950માં બીએપીએસ સંસ્થાના ગાદીપતિ નિમાયાં હતાં. બાદમાં બાપાએ 66 વર્ષ દરમિયાન મોટાભાગનો સમય બોચાસણ મંદિરમાં ગાળ્યો હતો. આ સમય દરમિયાન 18 હજારથી વધુ ગામો વિચરણ કર્યું હતું. જોકે, શરૂઆતના વર્ષોમાં બાપા પગપાળા જ ગામોમાં વિચરણ કરીને હરિભક્તના ઘરે રહીને ગામના લોકોને વ્યસન મુક્તિ, કુરિવાજો વગેરે દૂર કરી માનવ જીવનનું મહત્વ સમજાવ્યું હતું. આધ્યાત્મિક જ્ઞાન થકી માનવસેવાનો મહિમા સમજાવ્યો હતો.

પાદરાના ચાણસદની સ્કૂલમાં ભણવા બાપા સાઈકલ પર જતા
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે 7-12-1921 માં પાટીદાર કુળમાં જન્મેલા પૂ. પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યાર્થી અવસ્થામાં અહીંની શ્રોફ હાઈસ્કૂલમાં ધો. 5 અને 6 માં અભ્યાસ કર્યો હતો. ચાણસદથી સાયકલ દ્વારા ભણતર માટે આવતા પ્રમુખસ્વામી મહારાજ તે સમયે લીમડા નીચે સાયકલ દ્વારા ભણતર માટે આવતા પ્રમુખ સ્વામી મહારાજ તે સમયે લીમડા નીચે સાયકલ મુકતા અહીં વિસામો લેતા તેમજ અલ્પાહાર કરતા હતા. એ ઐતિહાસિક સ્મૃતિ સાથે પ્રસાદીભૂત સ્થાનમાં ડેરી બનાવી હતી. પરમબ્રહ્મ ભગવાન સ્વામી નારાયણના આભારવિંદ વિધિપૂર્વક સ્થાપવામાં આવ્યા છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજ પાદરાની પી પી શ્રોફ હાઈસ્કૂલમાં 1934-1936 અભ્યાસ કર્યો હતો. અને જે પાટલી પર બેસીને અભ્યાસ કરતા હતા તે પાટલી આજે પણ પ્રમુખ સ્વામી મહારાજના પ્રસાદી સ્થાન મંદિર પાદરા ખાતે આજે પણ જોવા મળે છે. આમ પ્રમુખ સ્વામી મહારાજ અભ્યાસ માટેના મંદિર પ્રસાદી સ્થાને લોકો ભેગા થયા હતા અને દુ:ખમાં ગરકાવ થઈ ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો