તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ: આસોદર ચોકડી પાસેથી વિદેશી દારૂ સાથે છ શખ્સો ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(આસોદર ચોકડીએથી વિદેશી દારૂની હેરાફેરી કરતાં 6 શખસ ઝડપાયા)
આણંદ: આંકલાવ તાલુકાના આસોદર ચોકડી પાસે મંગળવારે પરોઢિયે આંકલાવ પોલીસે બે કારમાં સવાર છ શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આંકલાવ પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક સ્કોર્પિયો કાર પસાર થઈ રહી હતી.
કુલ 2316 નંગ રૂા. 3.49 લાખની મત્તાનો વિદેશી દારૂ મળી આવ્યો
આ કાર શંકાના આધારે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કારના ચાલકે કાર અટકાવી નહોતી. જેથી પોલીસે પીછો કરી આસોદર ચોકડી પાસે કારને અટકાવી હતી.બીજી તરફ આ કાર પાછળ બીજી એક કાર પણ અટકાવી હતી. બંને કારમાં પોલીસે તલાશી લેતાં કારમાંથી કુલ 2316 નંગ રૂા. 3.49 લાખની મત્તાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
વડોદરાના ઝુબેર રઝ્ઝાક મેમણને ત્યાંથી લાવ્યા હોવાનું જણાવ્યું
કારમાં બેઠેલા શખ્સની પૂછપરછ કરતાં એક શખ્સે તેનું નામ શકીલ ઉસ્માનભાઈ વોરા રહે. આણંદ હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજી કારમાં સુનિલ હસરાજ, કમલેશ રતિલાલ પઢીયાર, લક્ષ્મણ ચંદાજી મારવાડી (તમામ રહે. આણંદ) હોવાનું જણાવ્યું હતું. આ વિદેશી દારૂનો જથ્થો તેઓ વડોદરાના ઝુબેર રઝ્ઝાક મેમણને ત્યાંથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. જે આણંદ રહેતા ઈરફાન ઉર્ફે અપ્પુ રફીકભાઈ શેખને આપવા જઈ રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...