તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ: એક વિષયમાં એટીકેટી ધરાવતાં વિદ્યાર્થીઓની પરીક્ષા ઓગસ્ટમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરવામાં એક વિષયમાં એટીકેટી ધરાવતાં વિદ્યાર્થીઓની પરીક્ષા ઓગસ્ટ મહિનામાં લેવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને આગળ વધુ અભ્યાસ કરી શકે અથવા નોકરી મેળવી શકે. યુનિવર્સિટીના એક હજાર ઉપરાંત વિદ્યાર્થીઓના હિતાર્થે સિન્ડિકેટ બેઠકમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરવામાં એક વિષયમાં એટીકેટી હોય તેઓની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

- ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા માટ લેવાયેલ નિર્ણય
- સપ યુનિની સિન્ડીકેટની બેઠકમાં વિદ્યાર્થીના હિતમાં લેવાયેલ નિર્ણય

યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.હરીશ પાઢે જણાવ્યું હતું કે ‘ગ્રેજ્યુએશન પૂર્ણ કરવામાં એક જ વિષયમાં એટીકેટી હોય તેવા વિદ્યાર્થીઓની તાકીદે પરીક્ષા લેવાનો સિન્ડિકેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને આગળ ઉચ્ચ અભ્યાસ કરી શકે અથવા નોકરી મેળવી શકે તે હેતુથી વહેલી તકે પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આગામી ઓગસ્ટ મહિનામાં પરીક્ષા લેવામાં આવશે. ગ્રેજ્યુએશન પૂર્ણ કરવામાં એક વિષયમાં એટીકેટી ધરાવતાં એક હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ ઓગસ્ટ મહિનામાં પરીક્ષા આપી શકશે.’

પરીક્ષા વિભાગના ડેપ્યુટી રજિસ્ટ્રાર નિલેશ પટેલે જણાવ્યું હતું કે ‘છઠ્ઠા સેમેસ્ટરના પરિણામ જાહેર થયા બાદ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ઓગસ્ટ મહિનામાં એક વિષયમાં એટીકેટી મેળવનાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.’ જેથી વિદ્યાર્થીઓ એક વિષયમાં પાસ થાય તો તેઓને ડીગ્રી મળી જતાં વધુ અભ્યાસ કે નોકરી મેળવી શકશે. તે હેતુથી પરીક્ષા લેવાશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો