તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાં અધિકારીઓની ગાંધીગીરી, જાહેરમાં શૌચક્રિયા કરનારને ગુલાબનું ફુલ આપ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: જે ગામોમાં શૌચાલયો બનાવવામાં આવ્યા છે ત્યાં તેનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તેની સમજ આપવા માટે અધિકારીઓએ ગાંધીગીરી શરૂ કરી છે. વહેલી સવારે ઉઠીને અધિકારીઓ આ ગામોમાં જાય છે અને જાહેરમાં શૌચક્રિયા કરનારાઓને ગુલાબનું ફુલ આપીને સ્વચ્છતા જળવાય તેની સમજ આપવામાં આવી રહી છે. આ એક નવતર પ્રયોગની પહેલ સમગ્ર રાજ્યમાં આણંદ જિલ્લાએ કરી છે.

અધિકારીઓ ગામમાં જઇને લોકોને સમજાવ્યા

આણંદ જિલ્લામાં આવેલા ગામડાઓમાં બેઝ લાઇન 2012 પ્રમાણે 97 હજાર શૌચાલય બનાવવાના હતા. જેની સામે 96 હજાર શૌચાલયો બનાવવામાં આવ્યા છે. આ શૌચાલયોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તે માટે આણંદ જિલ્લાએ એક નવતર પહેલની શરૂઆત શનિવાર સવારથી જ શરૂ કરી દીધી હતી. જેમાં જુદી જુદી આઠ ટીમો બનાવીને વહેલી સવારે જ અધિકારીઓ ગામમાં જઇને તેઓને સમજાવ્યા હતા. આણંદમાં તા.17થી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ તથા નિગરાની સમિતીના સભ્યોને સાથે રાખીને સવારે સાડા પાંચ વાગ્યે ગામડાઓમાં પહોંચી ગયા હતા.

ગ્રામજનોને ઉભા રાખીને ગુલાબનું ફુલ આવ્યું

તેમજ શૌચક્રિયા કરવા જવાના માર્ગમાં જ ગ્રામજનોને ઉભા રાખીને ગુલાબનું ફુલ આપવામાં આવ્યું હતું. તેમજ તેઓના ઘરે બનાવવામાં આવેલા શૌચાલયનો ઉપયોગ કરવાની સમજ આપવામાં આવતી હતી. આણંદ જિલ્લામાં આ અભિયાનના પ્રથમ દિવસે જિલ્લા વિકાસ અધિકારી ડો.એમ.ડી.મોડિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે.ભગોરા, તેમજ ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.બી.વહોનિયા સહિત તાલુકા વિકાસ અધિકારીઓ પણ જોડાયા હતા. 36 જેટલા ગામોમાં પ્રાથમિક તબકકે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. સ્વછ ભારત અભિયાન અંતર્ગત પ્રજાજનોમાં પણ જાગૃત્તિ આવે તે માટે સ્વયંશિસ્ત પણ એટલી જ જરૂરી છે.
અન્ય સમાચારો પણ છે...