તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ: મુસ્લિમ વિદ્યાર્થીઓએ ગણેશજીની પ્રતિમા બનાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ: પીઓપીની બનેલી પ્રતિમાઓથી પર્યાવરણને થતું નુકસાન અટકાવવા ‘દિવ્ય ભાસ્કરે’ માટીની ગણેશજીની પ્રતિમાઓનું નિર્માણ કરવા માટે અભિયાન શરૂ કરાયું છે. ‘દિવ્ય ભાસ્કર’ના અભિયાનથી પ્રેરણા મેળવીને આણંદ વી. જે. પટેલ પ્રેક્ટિસિંગ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ બનાવી હતી. જેમાં કુલ આઠ જેટલા વિદ્યાર્થીઓએ જાતે જ કલાત્મક માટીના ગણેશજી બનાવી સદભાવનાનું શિક્ષણ જગતમાં ઉદાહરણ પુરુ પાડ્યું હતું.

ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓનું સ્થાપન કરાય તો જળ પ્રદુષણ અટકાવી શકાય

આ અંગે શાળાના આચાર્ય ઘનશ્યામભાઈએ જણાવેલ કે ‘હાલમાં પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલી ગણેશજીની પ્રતિમાઓથી જળ પ્રદુષણ ફેલાઇ છે. પીઓપીની મૂર્તિ કેટલીક વખત ખંડિત અવસ્થામાં ઠેસ પહોંચાડે છે. પીઓપીના બદલે ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓનું સ્થાપન કરાય તો જળ પ્રદુષણ અટકાવી શકાય તેમ છે. ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા પાંચ વર્ષથી નગરજનોનો ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓનું સ્થાપન કરે તે માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે અને માટીના ગણેશ અભિયાન ચલાવાઇ રહ્યું છે.

વિદ્યાર્થીઓને ગણેશ મૂર્તિ સ્પર્ધાનું આયોજન

જે અંતર્ગત આણંદ વીજે પટેલ પ્રેક્ટિસિંગ હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓને ગણેશ મૂર્તિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં કુલ 18 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં મહત્વની બાબત એ છે કે આઠ જેટલા મુસ્લિમ વિદ્યાર્થીઓ ભાગ લઇ પોતાની જાતે જ માટીના કલાત્મક ગણપતિની મૂર્તિઓ બનાવવામાં આવી હતી. જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં સૌ પ્રથમ વહેરા મોઇના એચ., પઠાણ તંજુમન એ., અફતાબશા એસ. દિવાન, માહીરશા આર. દિવાન, મન્સુરી અમાન એસ સહિત કુલ 18 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીગણે લાભ લીધો હતો. જેમાં શાળામાં કુલ 3 હજાર જેટલા વિદ્યાર્થીઓએ મૂર્તિઓનું નિર્દશન કર્યુ હતું.’

વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

આ અંગે શાળાના આચાર્ય ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે ‘વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે ગણેશ પ્રતિમા બનાવવા સહિત ધાર્મિક બાબતોમાં જાગૃતિ અર્થેનું જ્ઞાન પણ આપવામાં આવી રહ્યું છે. મુસ્લિમ વિદ્યાર્થીઓએ ગણેશજીની કલાત્મક મુર્તિઓ બનાવવામાં આવતાં તેમનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.’
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો