તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ: ઓલ ઇન્ડિયા પોલીસ શૂટીંગમાં લજ્જાએ ગોલ્ડ મેડલ મેળવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: કેરાલા ખાતે યોજાયેલી દસમી ઓલ ઇન્ડિયા પોલીસ શૂટીંગ સ્પોર્ટસ ચેમ્પિયનશીપ 2016માં આણંદની શૂટર અને ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતી લજ્જા ગોસ્વામીએ રાઇફલ પ્રોન 50 મીટરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. લજ્જા ગોસ્વામીએ ગુજરાત પોલીસ ટીમમાંથી ભાગ લઇને ગુજરાત પોલીસને રાષ્ટ્રીયસ્તરે સિધ્ધિ અપાવી છે.
શૂટીંગ સ્પોર્ટસ ચેમ્પિયનશીપ 2016 યોજવામાં આવી હતી
કેરાલામાં દસમી ઓલ ઇન્ડિયા પોલીસ શૂટીંગ સ્પોર્ટસ ચેમ્પિયનશીપ 2016 યોજવામાં આવી હતી. જેમાં સ્ટેટ પોલીસ ફોર્સ અને સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સના 750 ઉપરાંત સ્પોર્ટસપર્સને ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજ્યમાંથી કોમનવેલ્થમાં મેડલ વિજેતા શૂટર લજ્જા ગોસ્વામીએ પણ ભાગ લીધો હતો. ચેમ્પિયનશીપમાં રાઇફલ પ્રોન 50 મીટર મહિલા વ્યક્તિગતની સ્પર્ધામાં લજ્જા ગોસ્વામીએ 613.5 સ્કોર કરીને ગોલ્ડમેડલ મેળવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...