આણંદમાં ગંગદેવનગર પ્રત્યે પાલિકાનું ઓરમાયુ વર્તન, ગાંધીનગર ખાતે ઉગ્ર રજૂઆત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: આણંદ શહેર મોટી ખોડિયાર વિસ્તારમાં આવેલ ગંગદેવનગર અને તેની આસપાસના વિસ્તારોમાં અસહ્ય ગંદકી અને પીવાનું ક્લોરિનયુક્ત પાણી ન મળતાં અવારનવાર આ વિસ્તારમાં કમળા સહિતના રોગચાળો ફાટી નીકળે છે. આ અંગે આ વિસ્તારના જાગૃત નાગરિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

એક વર્ષમાં ત્રણ વખત કમળાનો રોગ ફાટી નીકળ્યો છે

શહેરના મોટી ખોડિયાર વિસ્તારના ગંગદેવનગર અને તેના આસપાસના વિસ્તારમાં પીવાનું પાણી પુરુ પાડવા માટે પાણીની ટાંકી અને બોર બનાવેલ છે. પરંતુ આ ક્લોરિનયુક્ત પ્લાન્ટ નાંખવામાં આવેલ છે. તેના કારણે આ વિસ્તારમાં અવારનવાર રોગચાળો ફાટી નીકળે છે. આ ઉપરાંત આ વિસ્તારના માર્ગો પર સફાઇ કરવામાં આવતી નથી. તેમજ વરસાદી પાણીના નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સામાન્ય વરસાદે પાણી ભરાઇ જાય છે. જેને કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીઓ પડે છે.

પાલિકા સહિત ગાંધીનગર ખાતે ઉગ્ર રજૂઆત કરાઈ પણ પરિણામ શૂન્ય

છેલ્લા એક વર્ષમાં જ ત્રણ વખત કમળાનો રોગચાળો ફાટી નીકળે છે. ત્યારે આ વિસ્તારના જાગૃત નાગરિકોએ પાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. તેમજ ગટર અને લાઇટની સમસ્યા અંગે રજૂઆત કરી છે. તેમ છતાં પાલિકાતંત્ર દ્વારા આ વિસ્તારમાં પાયાની સુવિધા પુરી પાડવામાં કોઇ જ રસ દાખવતું નથી. આ વિસ્તાર પ્રત્યે પાલિકાતંત્ર દ્વારા હરહંમેશ ઓરમાયુ વર્તન રખાય છે. તેને ધ્યાને લઇ જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકા નિયામક ગાંધીનગર, જાહેર આરોગ્ય અધિકારી તથા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી ન્યાયની માગણી કરી છે.
આગળની સ્લાઇડમાં વાંચો, ગંગદેવનગરમાં ઘનકચરાનું સામ્રાજ્ય....
અન્ય સમાચારો પણ છે...