તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદમાં ગણેશ વિસર્જનનો મુદ્દો લટક્યો, ખેતરોમાં પાણી વાળી લેતાં તળાવ ખાલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ: આણંદ શહેરના વડુ અને ગોયા તળાવ વરસાદના અભાવે ખાલી રહેતાં ત્રણ દાયકાના ઇતિહાસમાં પ્રથમ વખત ગણેશ વિસર્જનનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. મંડળો દ્વારા ગણેશ વિસર્જન ક્યાં કરવું અને વિસર્જનયાત્રા માટેનો રૂટ નક્કી કરવામાં મૂંઝવણ અનુભવી રહ્યા છે. આણંદ પાલિકા દ્વારા લોટેશ્વર તળાવ ઝાખરીયા કેનાલમાંથી પાણી ભરવાનો નિર્ણય લીધો હતો. તે માટે મહિ સિંચાઇમાં પાણી છોડાતાં ખેડૂતોએ ખેતી માટે પાણી વાળી લેવા માટે તળાવનું પાણી અટકાવી દેતાં વિસર્જનનો મામલો પુન: અટવાયો છે. જેને લઇને જિલ્લા વહીવટીતંત્ર અને પાલિકાતંત્ર મૂંઝવણમાં મુકાયું છે.

લોટેશ્વર તળાવમાં પાણી ભરવા માટે સરકારમાંથી મંજૂરી

આણંદ તાલુકાના ગણેશ વિસર્જન માટે લોટેશ્વર તળાવમાં પાણી ભરવા માટે સરકારમાંથી મંજૂરી લીધી હતી. અને તે માટે મહિ સિંચાઇ ઝાખરીયા કેનાલમાંથી કાંસ વાટે લોટેશ્વર તળાવમાં પાણી લાવવા માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. જેથી સિંચાઇ ખાતા દ્વારા તાત્કાલિક નહેરમાં પાણી છોડીને લોટેશ્વર તળાવ ભરવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ વરસાદના અભાવે સિંચાઇ માટે પણ પાણીની જરૂરિયાત હોય તેથી જ ખેડૂતોએ નહેરમાં પાણી છોડાતાં પોતાના ખેતરમાં પાણી વાળી લેતા હતા.

ખેડૂતોના હિતમાં તંત્રએ કામગીરી પડતી મુકી

ખેડૂતોએ નહેરમાંથી કાંસમાં પાણી છોડાયું હતું. તે પાણી અટકાવવા માટે ખેડૂતોએ કાંસમાં પારો મારી દીધો હતો. જેથી પાણી અટકી જતાં તળાવ ભરાઇ તેવી સંભાવના નહિવત જણાય છે. આ બાબતે ખેડૂતો અને તંત્ર વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. આખરે ખેડૂતોના હિતમાં તંત્રએ કામગીરી પડતી મુકી હતી. અને વિસર્જન માટે અન્ય જગ્યાએ વ્યવસ્થા કરવાનું આયોજન કર્યુ હતું. તે માટે વહિવટીતંત્ર ચર્ચા-વિચારણા કરી રહ્યું છે.
આગળની સ્લાઇડમાં વાંચો, બાકરોલ તળાવમાં ગણેશ વિસર્જનની તૈયારી આરંભી.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો