તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદના પૂર્વ કાઉન્સિલરની હત્યા, ગેંગસ્ટર મુકેશ સહિત 15 આરોપીઓ નિર્દોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ: આણંદના પૂર્વ કાઉન્સિલર અલ્પેશ પટેલ ઉર્ફે ચાકાના ચકચારી હત્યા કેસમાં સંડોવાયેલા વડોદરાના કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણી સહિત 15 આરોપીઓને શુક્રવારે આણંદ જિલ્લા કોર્ટે પુરાવાઓના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા હતા. જેમાં સરકારી અધિકારી-કર્મચારીને બાદ કરતા મૃતકના ભાઈ સહિત નજરે જોનારા તમામ સાક્ષીઓ ફરી ગયા હતા. સાત વર્ષ બાદ આવેલો આ કેસનો ચુકાદો ટોક ઓફ ધી ટાઉન રહ્યો હતો. હરજાણી વિરૂદ્ધ અગાઉ ખંડણી, અપહરણ જેવા અનેક ગુનાઓ નોંધાયા હોય તે સુરતની જેલમાં સજા ભોગવી રહ્યો હતો. જેના પગલે કેસની સુનાવણી વિડિયો કોન્ફરન્સથી કરાઈ હતી.

ટ્રાયલ દરમિયાન ગેંગસ્ટર હરજાણીને કોર્ટ સમક્ષ લવાયો જ નહોતો

સમગ્ર ટ્રાયલ દરમિયાન કુખ્યાત ગેંગસ્ટર હરજાણીને કોર્ટ સમક્ષ લાવવામાં આવ્યો નહોતો. આ અંગે વાત કરતા વકીલ સી.કે. પટેલે જણાવ્યું હતું કે, મુકેશ હરજાણી સામે ક્રિમિનલ પ્રોસીઝર કોડની કલમ 268 હેઠળ તેને કોર્ટ સમક્ષ લાવવામાં ન આવે તેવું ફરમાન કરવામાં આવ્યું હતું. આ કલમ હેઠળ કાયદો અને વ્યવસ્થા જળવાય નહીં અને તેને જેલમાં રાખવો જ હિતાવહ છે તે ધ્યાનમાં રાખીને જ આ ફરમાન કરવામાં આવ્યું હતું. જેને પગલે સમગ્ર કેસ વિડિયો કોન્ફરન્સથી ચલાવવામાં આવ્યો હતો.

બાગી હત્યાની કેસની તારીખના દિવસે જ ચૂકાદો જાહેર થયો: નવનો અનોખો સંયોગ

અલ્પેશ ચાકા મર્ડર કેસમાં નવના આંકનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. અલ્પેશ ચાકાની જે દિવસે હત્યા થઈ એ દિવસ 2 મે, 2009 હતી. જેનો કુલ આંક નવ થાય છે. એ જ રીતે આજે જ્યારે તેનો ચૂકાદો આવ્યો તે તારીખ 9 સપ્ટેમ્બર, 2016 હતા. જેનો કુલ આંક નવ થાય છે. બીજી રસપ્રદ બાબત એ છે કે, આજે જ્યારે ચૂકાદો જાહેર થયો એ જ દિવસે પાલિકા પ્રમુખ બાબુ ગીરધર પટેલની વર્ષ 2002માં હત્યા થઈ હતી. તેનો પણ કુલ આંક નવ જ થાય છે.
(તસવીરો: ફિરોઝ મલેક)
આગળની સ્લાઇડમાં વાંચો, ફાયરીંગ થયેલું વેપન જ કબ્જે ન કરી શકાયું.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો