આણંદ પંથકમાં જુલાઇ માસમાં સરેરાશ 75 % વરસાદ નોંધાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: આણંદ પંથકમાં મોસમનો સરેરાશ વરસાદ 28 ઇંચ નોંધાયો છે. તેની સામે ચાલુ વર્ષે જુલાઇના એન્ડ સુધીમાં 17 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ 75 ટકા વરસાદ થઇ ચૂક્યો છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. 

આણંદ શહેર સહિત જિલ્લામાં શનિવાર રાત્રે નવ વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત પોણા કલાક સુધી વરસાદ ચાલુ રહેતા શહેરના માર્ગો ઉપર પાણી ભરાય ગયા હતા. રવિવારે સવારથી મોડી સાંજ સુધી આણંદ પંથકમાં સતત વરસાદી ઝાપટાનો દોર જોવા મળ્યો હતો. 

છેલ્લા 24 કલાકમાં સોજિત્રા અને પેટલાદમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. આણંદ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તારાપુર, ખંભાત, ઉમરેઠમાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 
અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. જ્યારે અગામી 24 કલાક દરમ્યાન લો પ્રેશર સિસ્ટમ સક્રિયા હોવાને પગલે ભારેથી હળવા વરસાદી ઝાપટા વરસાવાની હવામાન ખાતા દ્વારા આગામી કરવામાં આવી છે.

વરસાદના કારણે ખેડૂતોએ ડાંગર સિવાયના પાકોની રોપણી તૈયારીઓ આરંભી દીધી છે. અને ડાંગરના પાકને ઘણો ફાયદો થવાની ખેડૂતોને આશા છે. 
 
અન્ય સમાચારો પણ છે...