તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ: હવે વીજ મીટર રીડિંગ મહિલાઓ કરશે, આંકલાવમાં પ્રોજેક્ટ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: હવે, ચરોતરમાં વીજ મીટર રિડિંગ કરતા મહિલાઓ જોવા મળશે. અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં વીજબિલની સુવિધા વધુ ઝડપી બનાવવા માટે તેમજ મહિલાઓને પૂરક રોજગારી મળી રહે તેવા શુભ આશયથી મધ્યગુજરાત વીજ કંપની અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મિશન મંગલમના સખી મંડળો સાથે એમઓયુ કરવામાં આવ્યું છે. પ્રાયોગિક ધોરણે આંકલાવ તાલુકાના ગંભીરા ખાતે આ પ્રોજેકટને શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટને સફળતા મળતાં આગામી દિવસોમાં અન્ય તાલુકાઓમાં પણ આ કામગીરીને આગળ વધારવામાં આવશે. તેમ વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.

સખી મંડળોની મહિલાને રોજગારી માટે વધુ એક દ્વાર ખુલ્યો

આ અંગેની વધુ માહિતી જોવામાં આવે તો, આણંદ અને ખેડા વીજબીલ આપવાની કામગીરી કરતાં મહિલાઓ જોવા મળશે. જિલ્લામાં પ્રાયોગીક ધોરણે આ પ્રોજેકટ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ખાતેની સખી મંડળો થકી શરૂ કરવામાં આવ્યો છે. જયારે ખેડા જિલ્લાએ પણ આ દિશામાં પગરણ માંડવા જઇ રહ્યું છે. છેવાડાના ગામડાઓમાં વીજ બિલ ખામીને પણ દૂર કરવા આ યોજના અસરકારક સાબિત થશે. આ પ્રોજેકટની સફળતા બાદ આગામી દિવસોમાં વીજ બિલ કલેકશન સેન્ટર પણ સખી મંડળોને આપવા માટે વિચારણા ચાલી રહી છે. હાલમાં વીજ કંપની સાથે એમઓયુ પણ કરવામાં આવ્યા છે.

આગામી મહિનામાં સોજિત્રા અને તારાપુરમાં પણ કામગીરી કરાશે

હાલમાં પ્રથમ તબક્કે આંકલાવના ગંભીરા ગામે આ પ્રોજેકટની શરૂઆત થઇ છે. આગામી દિવસોમાં સોજિત્રા અને તારાપુરમાં પણ આ યોજના અમલમાં મુકાશે.જેમાં એક બિલ દીઠ રૂ.6.88 ચુકવવામાં આવે છે. તેમ વીજ કંપનીના એકાઉન્ટ ઓફિસર બી.યુ.ભાભોરે જણાવ્યું હતું.
આગળની સ્લાઇડમાં વાંચો, આર્થિક રીતે પગભર બનાવવા માટેનો આ નવતર અભિગમ...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો