અમૂલને રાજકારણ સાથે કોઇ લેવાદેવા નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: અમૂલને રાજકારણ સાથે કોઇ લેવાદેવા નથી.અમૂલમાં રાજકારણ કયારે આવ્યું નથી અને આવવા દેવા માંગતા પણ નથી,મારા રાજીનામાના રાજકીય નિર્ણયની કોઇ અસર અમૂલને થવાની નથી.એમ જણાવતા ઠાસરાના ધારાસભ્ય અને અમૂલડેરીના ચેરમેન રામસિંહ પરમારે ઉમેર્યુ હતું કે, હાલ કોઇ રાજકીય  પક્ષમાં કે ચુંટણી લડવી કે નહી તેનો નિર્ણય લીધો નથી.ચુંટણીને ત્રણ મહિનાની વાર હોવાથી કશું નકકી કર્યું નથી.તેમનો પુત્ર ચુંટણી લડશે તે અંગેના પ્રશ્નના જવાબ જણાવ્યું હતું કે,હજી ચુંટણીને ઘણીવાર છે.ત્યારે કશું નકકી કર્યુ નથી.

કોંગ્રેસમાં સર્જાયેલા કમઠાણ પ્રશ્ને પરમારે વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટી સાચવવાની જેની જવાબદારી હોય તેને જોવાનું છેતેમણે કહ્યું હતું કે,અમૂલતો સહકારી સંસ્થા છે.તેને કંઇ થવાનું નથી.રાજકારણ જુદી વાત છે.
અન્ય સમાચારો પણ છે...