દાદાગીરી: ST બસ અને બાઈક વચ્ચે અથડામણ, 3 યુવકોએ ડ્રાઈવરને માર માર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડમાં સોમવારે રાત્રે બાઈકની સાથે એસટી બસ અથડાવવાના મુદૃે ત્રણ શખ્સોએ એસટીના ડ્રાઈવર અને કન્ડક્ટરને માર માર્યો હતો. વધુમાં ત્રણેય શખ્સોએ ભેગા મળીને કંટ્રોલ કેબિનમાં પણ ઘુસી ગયા હતા અને ત્યાં તોડફોડ કરી હતી. કઠલાલ તાલુકાના ખાડીવાવના રહેવાસી અને હાલમાં કણજરી ખાતે રહેતા શાંતિલાલ શનાભાઈ ચૌહાણ એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. સોમવારે રાત્રે સવા નવ કલાકે તેઓ નડિયાદથી પોતાની બસ લઈને આણંદ એસટી ડેપો ખાતે આવ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરી વધુ વાંચો:  બાઇક ઓવરસ્પીડના કારણે બસ સાથે ટકરાયું