આણંદમાં જિલ્લા કક્ષાની ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાઈ

drawing competition organized by Mayank raval Foundation
મયંક રાવલ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં 301 સ્કૂલના 30 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
મયંક રાવલ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં 301 સ્કૂલના 30 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
યંગ આર્ટીસ્ટ અવોર્ડ માટે ૪૭ અને આર્ટ ટીચર અવોર્ડ માટે સાત વ્યક્તિઓએ ભાગ લીધો.
યંગ આર્ટીસ્ટ અવોર્ડ માટે ૪૭ અને આર્ટ ટીચર અવોર્ડ માટે સાત વ્યક્તિઓએ ભાગ લીધો.
આણંદમાં જિલ્લા કક્ષાની ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાઈ
આણંદમાં જિલ્લા કક્ષાની ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાઈ
સ્પર્ધાના અંતે ૧૫૦ અવોર્ડ આપવામાં આવ્યા. ભાગ લેનાર દરેક બાળકને અવોર્ડ ઉપરાંત લગભગ ૭૦૦ રૂપિયનું ફૂડ પેકેટ તથા ૫૦૦૦ રૂપિયાની કીમત ધરાવતી ગીફ્ટ કુપન આપવામાં આવી
સ્પર્ધાના અંતે ૧૫૦ અવોર્ડ આપવામાં આવ્યા. ભાગ લેનાર દરેક બાળકને અવોર્ડ ઉપરાંત લગભગ ૭૦૦ રૂપિયનું ફૂડ પેકેટ તથા ૫૦૦૦ રૂપિયાની કીમત ધરાવતી ગીફ્ટ કુપન આપવામાં આવી

divyabhaskar.com

Sep 11, 2018, 03:04 PM IST

આણંદ: મયંક રાવલ ફાઉન્ડેશન દ્વારા આણંદ ખાતે જીલ્લા કક્ષાની ડ્રોઈંગ કોમ્પિટિશન ૯/૯/૨૦૧૮ને રવિવારે યોજાઈ હતી. જેમાં વિજેતાઓને એવોર્ડ અપાયા હતા. ૨૦૧૮ની આ સ્પર્ધા છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહી હતી. સમગ્ર આણંદ જીલ્લામાંથી ૩૦૧ શાળાઓએ ભાગ લોધો અને ૩૦,૦૦૦થી વધારે ચિત્રો આવ્યા. આ ઉપરાંત યંગ આર્ટીસ્ટ અવોર્ડ માટે ૪૭ અને આર્ટ ટીચર અવોર્ડ માટે સાત વ્યક્તિઓએ ભાગ લીધો. જેમાંથી સ્કૂલમાંથી ૬૦૦, યંગ આર્ટીસ્ટ માટે ૧૫ અને આર્ટ ટીચર માટે ચાર વ્યક્તિઓની ફાયનલ રાઉન્ડ માટે પસંદગી થઇ. જેમણે સ્થળ પર આવીને ચિત્રો બનવ્યા. મયંક રાવલ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રીમતી હેમલતા રાવલ પોતે આર્ટીસ્ટ છે. તેમજ સેક્રેટરી શ્રીમતી સેજલ રાવલ કોમર્સમાં ડબલ ગ્રેજુએટ છે.


મયંક રાવલ ફાઉન્ડેશન આ વિશાળ કાર્યક્રમ પારિવારિક ફંડમાંથી કરે છે. સ્પર્ધાના અંતે ૧૫૦ અવોર્ડ આપવામાં આવ્યા. ભાગ લેનાર દરેક બાળકને અવોર્ડ ઉપરાંત લગભગ ૭૦૦ રૂપિયનું ફૂડ પેકેટ તથા ૫૦૦૦ રૂપિયાની કીમત ધરાવતી ગીફ્ટ કુપન આપવામાં આવી. આ સ્પર્ધા ભાઈકાકા હોલ આણંદમાં રામકૃષ્ણ સેવામંડળના સહકારથી યોજાયો. કાર્યક્રમનું સંચાલન વિશ્વા રાવલ, ખ્યાતી શાહ, અશ્વિન પટેલ, નિસર્ગ અખાણીએ કર્યું. અશોક ખાંટ અને ક્રિષ્ના પડિયાએ નિર્ણાયક તરીકે સેવા આપી. કાર્યક્રમમાં શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ, હેમંત વકીલ, શ્રીમતી હેમલતા રાવલ, ડોક્ટર મિલિન્દ અંતાણી, ડોક્ટરોમાં અંતાણી,મયંક રાવલ. સેજલ રાવલ ,ડોક્ટર ઉમા પટેલ, ડોક્ટર પરિમલ સાલવી , દીક્ષીતા સાલવી, ભામિની અમીન, પરેશ પટેલ, નિમિષા પટેલ, ડોક્ટર કમલા પટેલ, નીરતી પટેલ, કમલેશ પરીખ, મોહમદ રફી મન્સૂરી વિગેરેએ હાજરી આપી.


આ કાર્યક્રમમાં શાળા, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે અનેક કેટેગરી હતી. કાર્યક્રમના અંતે આર્કિટેકટ મયંક રાવલે અપીલ કરી કે દરેક બાળક ખાસ હોય છે. જો તમારા બાળકો ભણવામાં રસ ન ધરાવતા હોય તો મને સોપી દો. હું તેમને સફળતાની દિશા આપી શકીશ. આ કાર્યક્રમની ખાસિયત એ છે કે તેમાં દરેક બાળક ને ચાન્સ આપવામાં આવે છે. અમુક શાળામાંથી સો ટકા વિદ્યાર્થીઓ ભાગ લે છે. જેમાં રૂરલ સ્કૂલ માટે પણ અલગ કેટેગરી છે. આ કાર્યક્રમમાં યંગ આર્ટીસ્ટ કેટેગરીમાં અંતિમ રાઉન્ડમાં ભાગ લેનાર સહુ ને સ્ટાયપંડ પણ આપવામાં આવે છે. એસ આર ઈંગ્લીશ સ્કૂલ, વલ્લભ વિદ્યાનગર ઓવરઓલ વિજેતા જાહેર થઇ. તો આંકલાવ હાઈસ્કૂલના ચિરાગ સુથાર શ્રેષ્ઠ કળા શિક્ષક ઘોષિત થયા હતા.


યંગ આર્ટીસ્ટ માટે નિર્ણય લેવાનો અઘરો હોવાથી કુલ ચાર આર્ટીસ્ટને સમાન વિજેતા જાહેર કરાયા હતા. તે સિવાય વિદ્યાર્થીઓ માંથી ફાયનલ રાઉન્ડમાં બીજા પંદર વિદ્યાથીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા. મયંક રાવલ ફાઉન્ડેશન ૨૦૦૬થી કાર્યરત છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રચનાત્મકતા ને પ્રોત્સાહન આપવાનો અને બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવી તેમને યોગ્ય દિશા આપવાનો તથા બાળકોને સારવાર માં મદદ કરવાનો છે. અત્યાર સુધીમાં લગભગ ત્રણ લાખ વિદ્યાર્થીઓએ આવા કાર્યક્રમમાં ભાગ લીધેલ છે.

X
drawing competition organized by Mayank raval Foundation
મયંક રાવલ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં 301 સ્કૂલના 30 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.મયંક રાવલ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં 301 સ્કૂલના 30 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
યંગ આર્ટીસ્ટ અવોર્ડ માટે ૪૭ અને આર્ટ ટીચર અવોર્ડ માટે સાત વ્યક્તિઓએ ભાગ લીધો.યંગ આર્ટીસ્ટ અવોર્ડ માટે ૪૭ અને આર્ટ ટીચર અવોર્ડ માટે સાત વ્યક્તિઓએ ભાગ લીધો.
આણંદમાં જિલ્લા કક્ષાની ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાઈઆણંદમાં જિલ્લા કક્ષાની ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાઈ
સ્પર્ધાના અંતે ૧૫૦ અવોર્ડ આપવામાં આવ્યા. ભાગ લેનાર દરેક બાળકને અવોર્ડ ઉપરાંત લગભગ ૭૦૦ રૂપિયનું ફૂડ પેકેટ તથા ૫૦૦૦ રૂપિયાની કીમત ધરાવતી ગીફ્ટ કુપન આપવામાં આવીસ્પર્ધાના અંતે ૧૫૦ અવોર્ડ આપવામાં આવ્યા. ભાગ લેનાર દરેક બાળકને અવોર્ડ ઉપરાંત લગભગ ૭૦૦ રૂપિયનું ફૂડ પેકેટ તથા ૫૦૦૦ રૂપિયાની કીમત ધરાવતી ગીફ્ટ કુપન આપવામાં આવી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી