અકસ્માત/ આણંદના મોગર પાસે રિક્ષા અને બે બાઈક વચ્ચે અકસ્માત, બેનાં મોત

Divyabhaskar.com

Dec 08, 2018, 11:17 PM IST
n Accident Between rickshaw and bike near anand's mogar, 2 dead

* ચર્ચા: કાર ચાલક દારૂ પીધેલો હોવાથી સ્ટેયરીંગ પર કાબૂ રાખી નહોતો શક્યો

આણંદ: આણંદ પાસેના મોગર ગામની સીમ સ્થિત નેશનલ હાઈવે આઠ પર શનિવારે સાંજે એક કાર ચાલકે આગળ જઈ રહેલી રિક્ષા તેમજ બે બાઈકને અડફેટે લેતાં બે યુવકોના ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બેનેં ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે કરમસદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. બીજી તરફ બનાવની જાણ થતાં જ વાસદ પોલીસે અકસ્માત સર્જનારા આણંદના કાર ચાલકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. સ્થાનિકોમાં ચાલતી ચર્ચા અનુસાર કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો અને નશામાં તેણે અકસ્માત સર્જયો હતો.


આણંદ ખાતે રહેતા મુયરસિંહ રાણા શનિવારે સાંજે છ કલાકે પોતાની કાર લઈને પુરપાટ ઝડપે વડોદરા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન, મોગર ગામની સીમ પાસે તેણે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા આગળ જઈ રહેલા બે બાઈક અને રિક્ષાને અડફેટે લીધી હતા. જેને કારણે રિક્ષા રેલીંગ તોડીને નીચે ખાડામાં ખાબકી હતી. આ બનાવમાં 35 વર્ષીય મહેશભાઈ શનાભાઈ પરમાર (રહે. વાસદ) અને 33 વર્ષીય સપન ચંદ્રકાન્તભાઈ શાહ (રહે. વડોદરા) ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

જ્યારે હિરેનભાઈ કિશોરભાઈ પટેલને જમણા પગે અને મુંજકુંવાના રહેવાસી ઘનશ્યામભાઈ પઢીયારને જમણા હાથે ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયા હતા અને તેમણે જ બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવની જાણ તુરંત જ હાઈવે એમ્બ્યુલન્સ અને વાસદ પોલીસને કરવામાં આ‌વી હતી. જેને પગલે પોલીસ પણ તુરંત જ દોડી ગઈ હતી અને કાર ચાલક મયુરસિંહ રાણાની ધરપકડ કરી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક કરમસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

X
n Accident Between rickshaw and bike near anand's mogar, 2 dead
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી