તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાં યુવાન રહસ્યમય રીતે ગુમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરમાં એક્સપ્રેસ વે સ્થિત ટોલનાકા પર ફરજ બજાવતો યુવક રહસ્યમય સંજોગોમાં ગુમ થતા આણંદ ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મહુધાના નંદગામમાં રહેતો મુકેશ ચૌહાણ આણંદ શહેર પાસેથી પસાર થતા એક્સપ્રેસ વે સ્થિત ટોલનાકા પર ફરજ બજાવે છે. ગત 5મી નવેમ્બરે ઘરેથી કોઈક કારણોસર નીકળ્યો હતો. જોકે, મોડી સાંજ સુધી તે ઘરે પરત ફર્યો નહોતો. આ અંગેની જાણ ચિંતાતુર પરિવારજનોને થતાં તેમણે સગા-સંબંધીઓ સહિત તમામ ચિર-પરિચિતના ઘરે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઈ પત્તો ન મળતાં આખરે ગુમશુદા યુવકના પિતા જેસંગભાઈ ચૌહાણે આ મામલે આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...