આણંદમાં મહિલા અંડર-23 20-ટી ક્રિકેટ ટૂર્ના. યોજાશે

Anand News - women39s under 23 20 t cricket tournament in anand will be held 020231

DivyaBhaskar News Network

Jan 13, 2019, 02:02 AM IST
બીસીસીઆઇ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત આણંદ જિલ્લા ક્રિકેટ એસોસિએશનની મહિલા અંડર-23- 20-ટી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ મંગળવારથી થઇ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં આઠ રાજ્યની ટીમો ભાગ લઇ રહી છે. ત્યારે મેદાન પર પીચ તૈયાર કરવા માટે આખરી ઓપ આવ્યો છે.

આણંદ જિલ્લા ક્રિકેટ એસોસિએશના પ્રમુખ વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, આણંદના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત વુમન 20-ટી ટુર્નામેન્ટ યોજાઇ રહી છે. જેમાં આંધ્રપ્રદેશ, બંગાળ, છત્તીસગઢ, કર્ણાટક, તામિલનાડુ, ગુજરાત, ઉત્તરાખંંડની ટીમ ભાગ લેનાર છે. આંધપ્રદેશ, બંગાળ, તામિલનાડુ અને ઉત્તરાખંડની ટીમો આણંદમાં રોકાય છે. બાકીના ટીમ નડિયાદ ખાતે રોકાય છે. ગુજરાતની ટીમમાં આણંદની ચાર છોકરીઓ રમી રહી છે. આણંદ અને નડિયાદના મેદાન પર મેચો રમાશે. મહિલા ખેલાડીઓને લેવા માટે આણંદ ક્રિકેટ એસોસિએશન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

X
Anand News - women39s under 23 20 t cricket tournament in anand will be held 020231

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી