Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્ત્રીઓ મનથી મક્કમ રહેશે તો ગુનાઓનો સામનો કરી શકશે
કરમસદ ભાઇકાકા યુનિવર્સીટી ખાતે તાજેરમાં મહિલાન દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથી તરીકે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સંજય શર્માએ જણાવ્યું હતું કે, સ્ત્રીઓ મનથી મક્કમ રહેશે તોજ તેમની સામે થતાં ગુનાઓનો સામનો નીડરતાથી કરી શકશે. આ પ્રસંગે આણંદ જિલ્લાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ચિત્રા યાદવ,યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડો. ઉત્પલા ખારોડ તથા અન્ય ફેકલ્ટીના સભ્યો તથા મેનેજમેન્ટ મહિલા સભ્યો, તથા હેત ફાઉન્ડેશનના નેહલબેન પુરોહિત ઉપસ્થિત રહ્યાં હતાં.
ભાઇકાકા યુનિવર્સીટી, કરમસદ ખાતે તાજેતરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સંજય શર્માએ મુશ્કેલીમાં હોય તેવી મહિલાઓને કેવી રીતે મદદરૂપ થાય છે.તેવી માહિતી ઉદાહરણ આપીને પુરી પાડી હતી. આ પ્રસંગે આણંદ જિલ્લાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ચિત્રા યાદવ સહીત યુનિ. ના સ્ટાફગણ હાજર રહ્યા હતા.
ભાઇકાકા યુનિ. ખાતે મહિલાદિનની ઉજવણી કરાઇ