Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બીએનપટેલ કોલેજમાં મહિલા દિન ઉજવાયો
સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બી.એન.પટેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ પેરામેડીકલ એન્ડ સાયન્સ (પેરામેકડીકલ વિભાગ) અને બી.એન.પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપીમાં 7મી માર્ચ 2020ના રોજ “વિશ્વ મહિલા દિવસ’ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એલીકોન તેમજ મધુવન રિસોર્ટ અને સ્પાના સી.ઇ.ઓ તરૂણા પટેલ તેમજ વાત્સલ્ય ફાઉન્ડેશનના સેક્રેટરી સ્વાતી બેડેકર ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે વિદ્યાનગર પાલિકાના પ્રમુખ સોનલબેન ઉપસ્થિત રહ્યા હતા. તદઉપરાંત સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ભીખુભાઈ પટેલ, સંયુકત મંત્રી મૃદુલાબેન પટેલ કોલેજના મેડીકલ ડિરેકટર ડો. રમણભાઈ પટેલ તથા ડિરેકટર ડો. અર્પિતા અરોરા અનેટ્રસ્ટ સંચાલિત સંસ્થાના ડિરેકટર તથા આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજની
અગ્રણી મહિલાનું કોલેજ દ્વારા એવોર્ડ આપી સન્માન આપવામાં આવ્યું હતંુ.