તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ.પ. યુનિ.ને પૂરૂં દાન ન મળે ત્યાં સુધી દાતાના નામ દાખલ ન કરવા રજૂઆત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુિનવર્સિટીની આગામી 27મી માર્ચના રોજ મળનારી વાર્ષિક સેનેટ સભામાં સેનેટ સભ્ય અલ્પેશ પુરોહિત દ્વારા શનિવારે, છેલ્લાં દિવસે દરખાસ્ત મોકલી આપી તેના પર વિચારણા કરવા રજૂઆત કરી હતી. જેમાં તેમણે ઓડિટોરીયમને મળેલા દાનની રકમ પૂરેપૂરી ન મળે ત્યાં સુધી જુદી-જુદી શ્રૈણીમાં દાતાના નામ દાખલ ન કરવા રજૂઆત કરી હતી.

સરદાર પટેલ યુનિવર્સિટીના મલ્ટીપર્પઝ ઓડિટોરીયમના બાંધકામાં દેવાંગ પટેલ તથા ઈપ્કો પરિવાર તરફથી રૂપિયા પાંચ કરોડનું અનુદાન આપવાનો ઠરાવ થયો હતો. જોકે, માત્ર અઢી કરોડનું જ અનુદાન યુિનવર્સિટીને પ્રાપ્ત થયું છે. આમ, સમગ્ર મામલે જ્યાં સુધી પૂરૂં દાન ન મળે ત્યાં સુધી યુનિવર્સિટીના દાતાઓની જુદી-જુદી શ્રૈણીમાં દાતાના નામ દાખલ કરવા નહીં તેવી દરખાસ્ત આપવામાં આવી છે. આ ઉપરાંત, યુનિવર્સિટી સ્ટેચ્યુએટ 196માં જે સુધારા સૂચવ્યા છે તે મુજબ યુજીસીના ધારા ધોરણમાં યુનિવર્સિટીના તમામ શૈક્ષણિક કર્મચારીઓ માટે લાયકાતના ધોરણો, પગાર તથા અન્ય આનુસાંગિક બાબતોનો સમાવેશ કર્યો છે. યુનિવર્સિટી દ્વારા જે સુધારો કરવાની દરખાસ્ત સેનેટ સમક્ષ રજૂ કરી છે તેમાં કુલપતિની લાયકાતના ધોરણોનો સમાવેશ કર્યો નથી. આગામી સભામાં સુધારો કરવામાં આવે તેવી દરખાસ્ત મૂકવામાં આવી છે. યુનિ. દ્વારા 12 દિવસમાં સુધારો આપવા માટે જણાવ્યું હતું. પરંતુ તેમાં રજાના દિવસોને આવરી લેતા સેનેટ સભ્ય અલ્પેશ પુરોહિતે આક્રોશની લાગણી વ્યક્ત કરી હતી.

27મી માર્ચના રોજ મળનારી સેનેટ સભામાં સેનેટ સભ્યે અંત્તિમ દિવસે દરખાસ્ત મોકલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો