તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પલોલથી 14 લાખની જૂની નોટો સાથે ખંભાતના 3 શખસ ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીના ચાર વર્ષ બાદ પણ સોજીત્રા પોલીસે પલોલ ખાતેથી રૂા. 14 લાખની જૂની ચલણી નોટો સાથે ત્રણ શખ્સને ઝડપી પાડ્યા હતા.

સોજીત્રા પોલીસે પલોલ ચેક પોસ્ટ ખંભાતથી આવતાં 3 ઈસમોને ઝડપી તેમની તલાશી લેતાં 14 લાખની જૂની રદ થયેલી ભારતીય ચલણની નોટો મળી આવી હતી. જેના આધારે પોલીસે તેમની ધરપકડ કરી તજવીજ હાથ ધરી છે. ઝડપાયેલા શખ્સો રૂપા રૂડા ભરવાડ (રહે.ખાખસર, તા.તારાપુર હાલ.ખંભાત), રફીકશા ગુલામશા દિવાન ( રહે.ખ્વાજા ખીજર બાવાની દરગાહ મીરાં સૈયદ અલીની દરગાહ પાછળ, ખંભાત), સલીમુદિન મૈયુદિન શેખ (જૂની મંડાઈ, ખંભાત) હોવાનું જણાવ્યું હતું. તેઓની પાસેની એક પ્લાસ્ટિક બેગમાં તપાસ કરતાં સરકાર દ્વારા રદ થયેલી રૂપિયા 500ના દરની કુલ 1396 ચલણી નોટો રૂપિયા રૂા. 6.98 લાખ તથા રૂપિયા એક હજારના દરની કુલ 789 ચલણી નોટો રૂા. 7.89 મળી કુલ રૂા. 14.87 લાખ રૂપિયા હોવાનું ખૂલ્યું હતંુ. સોજિત્રા પોલીસે રદૃ થયેલી નોટ, બાઈક,સાથે કુલ રૂા. 15.21 લાખનો મુ્દ્દામાલ કબ્જે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...