આજે આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં મતદાન જાગૃતિ બાઇક રેલી યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા સામાન્ય ચુંટણી 2019 અંતર્ગતઆણંદ લોકસભા બેઠક માટે 23મી એપ્રિલે મતદાન યોજાનાર છે. જે અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજ રોજ પોલીસ ખાતા તેમજ શિક્ષણ ખાતાના સંયુક્ત પ્રયાશે જિલ્લા ચુંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી 9: 30 કલાકે બાઇક રેલીની શરૂઆત કરાશે. જેમાં 300થી વધુ સવારો ભાગ લેશે. આ રેલી 9:30 થી 9: 40 સમયે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી બોરસદ ચોકડી થઇ કલેક્ટર ઓફિસથી પરત પોલીસ પરેડ ગ્રાન્ડ પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...