આણંદ-મોગરી-ગાના સુધી વિટકોસ બસનો પ્રારંભ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ રેલવે સ્ટેશન પાસેના વિટકોસ બસના મુખ્ય મથક ખાતેથી આણંદ-મોગરી-ગાના બસનો નવો રૂટ શરૂ કરાયો છે. આમ વિટકોસ દ્વારા આ ત્રીજો રૂટ કરાયો છે. આ નવા રૂટના કારણે આણંદ અને ગાના ગામના મુસાફરોને લાભ મળશે. આણંદ શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં વિટકોસ સિટી બસ સેવાનું સંચાલન કરી રહ્યા છે. જ્યારે બીજી ગાના ગામ, મોગરી, જનતા ચોકડી વગેરેના રહીશો દ્વારા બસનો નવો રૂટ શરૂ કરવા માટે લેખિત અને મૌખિક અનેક રજૂઆતો મળી હતી. જ્યારે બીજી રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો કડક બનાવાયા હોવાથી હેલ્મેટ, પીયુસી, લાયસન્સ વગેરેનો સખત પાલન કરવુ જરુરી છે. આથી જિલ્લાના મુખ્ય મથક આણંદ શહેર ખાતે વાહનો દ્વારા નોકરી, સરકારી કચેરીઓમાં કામકાજ માટે તકલીફ પડી રહી હતી. આથી આ બસનો નવો રૂટ 11 કિ.મી.નો છે. આણંદ રેલવે સ્ટેશનથી ઉપડીને બસ ગણેશ ચોકડીથી મોગરી થઇને ગાના ગામ પહોંચશે. આણંદથી મોગરીના રૂ.10 અને ગાનાનું ભાડુ રૂ.13 છે. અત્રેએ ઉલ્લેખનીય છે કે, વિટકોસ બસ દ્વારા આણંદથી વિદ્યાનગરથી વડતાલનો રૂટ હાલ ચાલુ છે. જ્યારે બીજો રૂટ આણંદ રેલવે સ્ટેશનથી બાંધણી ચોકડી સુધી હાલ ચાલુ છે. આણંદની મોગરી-ગાના ત્રીજો રૂટ શરૂ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...