તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડતાલમાં કાર્તિકી સમૈયામાં યોજાનારા વચનામૃત દ્વિશતાબ્દીના ઉપક્રમે વિજયસ્તંભનું આરોપણ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ વડતાલ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. જે નિમિત્તે સંપ્રદાયના વરિષ્ઠ સંતો અને મહંતોના હસ્તે રવિવારે ગોમતી કિનારે વિજયસ્તંભનું આરોપણ કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યાં હતાં.

સંત જ્ઞાનજીવનદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, સંપ્રદાય સર્વ જીવનું કલ્યાણ કરનારો છે. આપણા સૌના કર્તાહર્તા ભગવાન શ્રીહરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ છે. રવિવારે આસો સુદ પડવાના દિવસે કાર્તિકી સમૈયામાં ઉજવાનારા કાર્તિકી સમૈયો વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે વિજય સ્તંભનું આરોપણ કરી દસ દિવસ વહેલા હોવાનું જણાવ્યું હતું. છેલ્લા એક વર્ષથી સંપ્રદાયના સૌ સંતો- હરિભક્તોના હૃદયમાં મહારાજ વસેલા છે. કોઇ વચનામૃત સમજે કે ન સમજે પણ જે વાંચીએ તે પ્રમાણે જીવન બનાવીએ તે વચનામૃતનો સાચો અર્થ છે. આપણું કામ હરિકૃષ્ણ મહારાજને રાજી કરવાનું છે. જેને જે કામમાં ફાવટ હોય તે કામ કરવું, કેડ બાંધી સેવા કરી લ્યો. આગામી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં આપણે ના હોઈએ ? મહોત્સવમાં સંપ્રદાયની વિજયગાથા ગાજતી રહેશે. આણંદ રોકડીયા હનુમાનજી મંદિરના કોઠારી સત્સંગભૂષણદાસજી સ્વામી, વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવસ્વામી, સુરત મંદિરના કોઠારી પી.પી. સ્વામી, ખંભાત મંદિરના કોઠારી ધર્મનંદન સ્વામી, ટેમ્પલ કમિટીના સભ્યો હાજર રહ્યાં.

અન્ય સમાચારો પણ છે...