વિદ્યાનગર -પેટલાદમાંથી 21 જુગારીઓ ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે બાવીસ ગામ સ્કુલ પાછળથી દરોડો પાડીને પાંચ શખ્સોને જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા. જ્યારે પેટલાદ બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી વિજીલન્સની ટીમે દરોડો પાડીને 16 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં ઝઉર અબ્દુલરહેમાન શેખ ધર્મેશ ઉર્ફે પીન્ટુ મોહનભાઈ માછી, જીતુ રાજુભાઈ પનારીયા, જયેશ અભેસિંગ સોલંકી અને પ્રકાશ સોમાભાઈ મારવાડી ઝડપી પાડ્યા હતા. પેટલાદ શહેરમાં કુખ્યાત બુટલેગર રીયાઝ ફયુદ્દીન શેખના જુગારધામ પર વિજીલન્સની ટીમે દરોડો પાડી જુગાર રમતા હરીશ રાણા, અશોક મગન પરમાર, ગૌતમ નટુ રાણા, પ્રહલાદ ગુણવંત દરજી અબ્બાસબેગ મયુબેગ મીરઝા, નવીન છોટા ગોહેલ દિનેશ મેલા પરમાર ગોવિંદ મંગળ સોલંકી, મેહુલ જ્યંતિ ઠાકોર, સુરેશ બાલા સોલંકી, વિજય ચિંતામણ ચાંદને, અશોક રાવજી વણકર, રામજી ગોરધન સલાટ (રહે. ઈસરામા), ભરત છોટા પરમાર (રહે. મોરડ), રમેશ પુનમ ઠાકોર (રહે. ભાટીયેલ) અને રમેશ મંગળ સોલંકી (રહે. રંગાઈપુરા)ને ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...