તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલમ આવો રે... આવો રેના ગીત પર યુવાધન ઝુમી ઉઠ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોલિવુડના ખ્યાતનામ મ્યુઝિક કંપોઝર, સચીન-જીગરની જોડીએ શનિવારે રાત્રે સ્પોર્ટસ ગ્રાઉન્ડ, કૃષ્ણ હોસ્પિટલ, કરમસદમાં લાઇવ ઇન કોન્સર્ટની શરૂઆત દરિયો તારા પ્રેમનો ગુજરાતી ગીતની પ્રસ્તુતી દ્વારા કરી હતી. ત્યારબાદ તેઓએ રાધાને શ્યામ મળી જાશે. વાલમ આવો રે, મારી લાડકી જેવા અનેક ગીતો રજુ કરીને જનમેદનીને મંત્રમુગ્ધ કરી હતી. ઉપરોક્ત ગીતો પર યુવાધન ઝુમી ઉઠ્યું હતું.

સચીન-જીગર સાથે યુવા પ્લેબેક સીંગર કલાકારો ભૂમિ ત્રિવેદી, સુમેધા, એશકિંગ અને દિવ્યકુમાર પણ જોડાયા હતા. તેઓએ રામ ચાહે લીલા ચાહે, માહી તેરી ચુનાર, જી કરદા, હા શીખા મેને જીના તરે બીના હમદમ, સુન-સાથિયા ગીતો પ્રસ્તુત કરીને લોકોના દિલ જીતી લીધા હતા. અને મનોરંજન પૂરુ પાડ્યું હતું. બોલિવુડની ખ્યાતનામ જોડી સચીન-જીગરને સાંભળવા માટે આણંદ, ખેડા, નડિયાદ, વિદ્યાનગર, અને વડોદરાથી અનેક લોકો ડોનર પાસ ખરીદીને ઇવેન્ટને માણી હતી.

ચેરિટી ઇવેન્ટની શરૂઆતમાં મંડળના જાગૃત ભટ્ટે ઇવેન્ટમાં ફાળો આપનાર અને સહાય કરનાર તમામ અને પ્રેક્ષકોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ઇવેન્ટના હેતુનેે સાર્થક કરવા માટે ઔદ્યોગિક એકમોએ આપેલ ફાળાને રજુ કરતું સોવિનિયરનું વિમોચન એલિકોન કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર પ્રયાસવીનભાઈ પટેલ અને જી.સી.એમ.એમ.એફ.ના મેનેજીંગ ડાયરેકટર આર. એસ. સોઢી તથા મંડળના અધ્યક્ષ અતુલભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો