તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

7 લાખ ભરેલો થેલો ઝૂંટવવા જતાં યુવકે પ્રતિકાર કર્યો, બે જણા ફરાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ નજીક લાંભવેલ પાસે આંગડીયા પેઢીના માલિકના પુત્ર ઉપર બે અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, યુવકે પ્રતિકાર કરતાં બંને શખ્સ બાઈક મૂકી ફરાર થઈ ગયા હતા. પોલીસની આંતરિક પૂછપરછમાં બાઈક ચોરાયેલું હોવાનું અને તેની અમદાવાદના આનંદનગર ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું ખૂલ્યું હતું.

આણંદ શહેરના ગામડીવડ પાસે આંગડીયા પેઢી ચલાવતા જયંતિભાઈ ઠક્કર લાંભવેલ સ્થિત માનસી-72 સોસાયટીના બંગલા નંબર 26માં રહે છે. તેમનો પુત્ર સોમવારે રાત્રે આઠ કલાકે પેઢી બંધ કરીને ઘર તરફ જતો હતો ત્યારે બે શખ્સોએ તેનો પીછો કરી આકાંક્ષા હોસ્પિટલ પાસે આંતરી થેલો આંચકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવકે પ્રતિકાર કરતાં તેને તીક્ષ્ણ હથિયાર મારતાં લોહીલુહાણ થઈ ગયો હતો. બનાવને પગલે આસપાસના લોકો એકઠાં થઈ જતા શખ્સો તેમનું બાઈક મૂકી પલાયન થઈ ગયા હતા. યુવકની પાસે સાતથી આઠ લાખ રૂપિયા હતાં. આણંદ ગ્રામ્ય પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો