આંકલાવ-ઉમેટા રોડ પર લૂંટ કરનારાને બે વર્ષની સાદી કેદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંકલાવના સોની અજીતભાઈ પટેલને આંકલાવ-ઉમેટા રોડ પર બે શખ્સોએ છરો બતાવી લૂંટી લીધા હતા. તેમના થેલામાં રોકડ અને દાગીના મળી 6.69 લાખની મત્તા હતી. આ બનાવની આંકલાવ પોલીસે ફરિયાદ નોંધી ઝડપી પાડ્યા હતા. જેમાં ઉત્તરપ્રદેશના મલખાન ઉર્ફે સોનુ પુતુસિંગ ચૌહાણ અને બાઈક પર તેની પાછળ બેઠેલો શખ્સ હિદેશ ઉર્ફે રીતેશ ઉર્ફે ટીટુ તે અલ્કેશ બાબુરામ યાદવ હોવાનું ખૂલ્યું હતું. આ કેસ આંકલાવ કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકીલ એસ.બી. ઠાકોરની દલીલ ગ્રાહ્ય રાખીને મુખ્ય આરોપી મલખાનને બે વર્ષની સાદી કેદ અને રૂપિયા 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી હતી. તેના સાગરિતને નિર્દોષ છોડી મક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...