તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંકલાવ પાલિકાના કાઉન્સિલરના ઘરેથી બિયરના બે ટીન મળી આવ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંકલાવ નગરપાલિકામાં બે ટર્મથી અપક્ષમાંથી ચૂંટાઈને આવતા કાઉન્સિલરના ઘરેથી ગુરુવારે બે બિયરના ટીન મળી આવ્યા છે. અેક વર્ષ પહેલાં આ જ કાઉન્સિલર દારૂની બોટલો સાથે બજારમાંથી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. આ ઉપરાંત પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે.

ગુરુવારના મોડી સાંજે આંકલાવ પોલીસે બાતમી મળી હતી કે, પાલિકા કાઉન્સિલર દિલીપભાઇ ખુમાન સિંહ રાજ પોતાના ઘરે વિદેશી દારૂનો ધંધો કરે છે અને તેઓ દારૂ વેચવા માટે ખૂબ મોટો જથ્થો ઉતાર્યો છે. આંકલાવ પોલીસને બાતમી મળી તે બાતમીના આઘારે કાઉનલ્સિરના ઘરમાં તપાસ કરતા એક બીયર ટીનની કિંમત રૂપિયા ૧૫૦ લેખે કુલ બે ટીન બિયર કિંમત રૂપિયા ૩૦૦ ગણી જેથી વગર પાસ પરમીટનો વેચવા માટે લાવેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂ આંકલાવ પોલીસે શોધી કાઢ્યો હતો પાસ પરમીટનો હોય જે પૈકી એક બિયર ટીન એફએસએલ સેમ્પલ માટે કાઢી આજુબાજુમાં પોલીસે તપાસ કર્યો પણ તે કાઉન્સિલર મળી ન આવતા પોલીસે પ્રોહીબેશન હેઠળ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...