તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરમસદથી 84 હજારના દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગર પોલીસે કરમસદની બળીયાદેવ ચોકડી પાસે વોચ ગોઠવી એક કારમાં લઈ જવાતો રૂ. 84 હજારનો વિદેશી દારુ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પુછતાછમાં અન્ય સ્થળે છુપાવેલ વધુ 18 હજારનો માલ પણ પોલીસને મળી આવ્યો હતો.

વિદ્યાનગર પીઆઈ ડી. ડી. સીમ્પી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે કરમસદ રોડ ઉપર આવેલી બળીયાદેવ ચોકડી પાસે આવેલી કારની તલાશી લેતા અંદરથી વ્હીસ્કીની 168 બોટલ કિં.રૂ. 84 હજારનો માલ મળી આવતાં પોલીસે અંદર બેઠેલ અજય રમણ સોંલકી રહે. ગાયત્રી ટેર્નામેન્ટ વિદ્યાનગર તથા બાજુમાં બેઠેલ અજય અશોક ગાયકવાદ રહે.કરમસદ માતૃપુજન સોસાયટીની ધરપકડ કરી હતી. પોલીસે તેની પુછતાછ કરતાં બીજા મુદ્દામાલ અજય ગાયકવાડના માતૃપુજન સોસાયટીના મકાનમાં હોવાની માહિતી મળતા પોલીસે ત્યાંથી બીજી 36બોટલ કિં.રૂ. 18 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે રૂ. 2.6૦ લાખની ગાડી અને રૂ. 8 હજારના બે મોબાઈલ મળી કુલ રૂ3.7૦ લાખનો માલ કબ્જે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...