તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાતમાં રાયોટિંગ મુદ્દે વધુ બે શખસોની ધરપકડ કરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાત શહેરમાં ડીજે વગાડવાના મામલે રવિવારે બે કોમ વચ્ચે થયેલા ધીંગાણા બાદ ત્રીજા દિવસે જનજીવન પૂર્વવત બન્યું હતું. દરમિયાન, બીજી તરફ પોલીસ દ્વારા રાઉન્ડ ધી ક્લોક સર્ચ ઓપરેશન હાથ ધરીને મંગળવારે વધુ બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ અગાઉ ઝડપાયેલા 19 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ખંભાત શહેરના અકબરપુર વિસ્તારમાં ડીજે વગાડવાના મુદૃે રવિવારે બપોરે બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ બનાવને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલમાં સમગ્ર શહેરમાં શાંતિ છે. રવિવારે રાત્રે બે યુવક અને એક પીએસઆઈ પર હુમલો થવાની ઘટના બાદ સોમવારે અને મંગળવારે શાંતિ રહી હતી. અત્યાર સુધી સમગ્ર બનાવમાં કુલ ત્રણ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસ દ્વારા કુલ 19 શખ્સની ધરપકડ કરાઈ હતી. મંગળવારે પોલીસે વધુ બે શખ્સ મહોમ્મદ તૌફિક શકીલમિયાં શેખ અને જમશેદખાન જોરાવરખાન પઠાણ ની ધરપકડ કરી હતી. આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. ત્યારે બીજી તરફ અગાઉ ઝડપાયેલા 19 આરોપીઓને પોલીસે ખંભાત કોર્ટમાં રજૂ કરી સમગ્ર ઘટના પાછળ કોણ જવાબદાર છે તે જાણવા માટે બે દિવસના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો