તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટલાદ તાલુકાના ઈસરામામાં રવિવારે રાત્રે તસ્કરોએ પહેલાં બે મકાનોને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પેટલાદ તાલુકાના ઈસરામામાં રવિવારે રાત્રે તસ્કરોએ પહેલાં બે મકાનોને નિશાન બનાવ્યા બાદ નિવૃત પોલીસ કોન્સ્ટેબલના મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ કર્મી જાગી જતાં તસ્કરો ફરાર થઈ ગયા હતા. હાલમાં આ બનાવ સંદર્ભે પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાઈ ન હોય તેમજ અન્ય બે મકાન માલિકો બહારગામ હોય કેટલી મત્તાની ચોરી થઈ છે તે સ્પષ્ટ થઈ શક્યું નહોતું.

ઈસરામા રોડ સ્થિત આદ્ય સોસાયટીમાં રહેતા નિવૃત પોલીસ કોન્સ્ટેબલ ભાનુભાઈ પરમારના મકાનને રવિવારે રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જોકે, અચાનક થયેલા અવાજથી ભાનુભાઈ જાગી જતાં તસ્કરો ફરાર થઈ ગયા હતા. વધુમાં તેમણે બુમરાણ મચાવતા આસપાસના સ્થાનિકો તુરંત જ એકઠાં થઈ ગયા હતા. વધુમાં સ્થાનિકો દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા પાસેની સંકલ્પ સોસાયટીમાં રહેતા ધીરજભાઈ અને મહેશભાઈના મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું ખૂલ્યું હતું. હાલમાં બંને પરિવારજનો બહારગામ ગયા હોઈ તેમના ઘરમાંથી કુલ કેટલી મત્તાની ચોરી થઈ છે તે બહાર આવ્યું નથી. જોકે, બીજી તરફ પોલીસ કોન્સ્ટેબલના મકાનમાંથી ચોરીનો પ્રયાસ થયો હોય તેમણે ફરિયાદ આપી નહોતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, થોડાં સમય પહેલાં તસ્કર ટોળકી દ્વારા ચોરીના ઈરાદે દંપત્તિ પર

અનુસંધાન પાના નં.3

અન્ય સમાચારો પણ છે...