તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલાસણ-કઠાણામાં અકસ્માતમાં 2 બાઇકસવાર, રાહદારીનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં ત્રણનાં મોત નીપજ્યા હતા. જેમાં આણંદ પાસેના વલાસણમાં એક બાઈક ચાલકે રાહદારીને જ્યારે બોરસદ તાલુકાના કઠાણામાં બે બાઈક સામ-સામે અથડાયા બે બાઈક સવારના મોત નીપજ્યાં હતા.

વલાસણ પટેલ સોસાયટી પાસે આવેલી ઈન્દિરા કોલોનીમાં રહેતાં દિનેશભાઈ ખોડાભાઈ પરમાર તેમના 68 વર્ષીય પિતા ખોડાભાઈ શનાભાઈ પરમાર સાથે સોમવારે સાંજે ચાલતા-ચાલતાં વલાસણ મહાદેવ મંદિરેથી ઘર તરફ આવી રહ્યા હતા. દરમિયાન એ સમયે પુરપાટ ઝડપે આવી રહેલા એક બાઈક ચાલકે તેમને અડફેટે લીધા હતા. જેને પગલે તેમને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. દરમિયાન તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. એ જ રીતે બીજા બનાવમાં કઠાણા સ્થિત કરસનપુરા પાટીયા પાસે નરેન્દ્રભાઈ પરમાર મિત્રના ઘરેથી જમીને આવી રહ્યા હતા. ત્યારે બીજી તરફ સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા બાઈક ચાલક સાથે ધડાકાભેર અથડાયા હતા. જેને કારણે બંને બાઈક ચાલકને ગંભીર ઈજા થઈ હતી. આ બનાવમાં નરેન્દ્રભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...