તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે ચારુતરમાં મોટી સત્તાવીસ પાટીદાર મંડળનું રજત પર્વ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદારોના સમૃધ્ધ પ્રદેશ તરીકે જાણીતા ચરોતરમાં આણંદ સ્થિત શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ 2019માં તેના રજત જયંતી પર્વની ભવ્ય ઉજવણી કરી રહી છે ત્યારે કેળવણી મંડળનો રજત પર્વ ઉજવણી સમારંભ 11 મી એપ્રિલે ગુરુવારે સવારે 10 કલાકે ચારુસેટ કેમ્પસ ચાંગામાં ઉજવવામાં આવશે.

સમારંભમાં નિરમા ગ્રૂપના ચેરમેન પદ્મ કરસનભાઇ પટેલ, ઝાયડ્સ કેડિલા ગ્રૂપના ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર પંકજભાઈ પટેલ, ભુતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ, દાતા ઉધ્યોગપતિ દેવાંગભાઈ પટેલ (ઇપ્કોવાળા),મુંબઈના ભુતપૂર્વ શેરીફ મોહનભાઇ પટેલ, સિગિલ ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મનુભાઈ પટેલ, કેળવણી મંડળ- ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા અને સી એચ આર એફ ના પ્રમુખ નગીનભાઇ પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળ અને સી એચ આર એફ ના માનદ મંત્રી ડો. એમ. સી. પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. પંકજ જોશી હાજર રહેશે.

આ પ્રસંગે ચમોસ થી ચારુસેટ અવિરત... સહિયારી વિકાસ યાત્રા” ગ્રંથનું લોકાર્પણ મહેમાનોના હસ્તે કરવામાં આવશે.તેમજ 25 વર્ષની વિકાસ યાત્રાનું વિડીયો પ્રેઝન્ટેસન રજૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લગભગ 125 વર્ષ અગાઉ 1895માં સ્થપાયેલા 27 ગામ પાટીદાર પંચ કે જે બંધારણીય રૂપ ધારણ કરી “શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ-માતૃસંસ્થા’’ના નામ સાથે 1987માં અસ્તિત્વમાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...