Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જેઓનું નામ મતદાર યાદીમાં નથી તેઓએ નામ દાખલ કરાવી લેવા
આણંદ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર મંડળોમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારા કાર્યક્રમ ચાલી રહ્યો છે.જે મુજબ આગામી 12મી જાન્યુઆરીને રવિવારના રોજ સવારે 10 થી 5 દરમિયાન મતદાર નોંધણી ઝુંબેશ યોજાશે તેમ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એમ.એસ.ગઢવીએ જણાવ્યું છે. આ સાથે તેમણે વઘુમાં ઉમેર્યુ હતું કે જેઓનું નામ મતદાર યાદીમાં નથી તેઓએ તેઓનું નામ મતદાર યાદીમાં દાખલ કરાવી લે.મતદાર નોધણી ઝુંબેશ અંતર્ગત મતદાન મથકો ઉપર બુથ કાર્યવાહી, માર્ગદર્શન તેમજ જરૂરી ફોર્મ આપવામાં આવશે.
આ મતદાર નોંધણી ઝુંબેશમાં મતદારો પોતાની વિગતો યાદીમાં જોઈ શકશે અને તેમાં જરૂરી સુધારા વધારા તેમજ ફોટો વગેરેમાં નિયત નમુનાના ફોર્મ ભરી પુરાવા આપી શકશે. જો મતદાર યાદીમાં નામ ન હોય તો ફોર્મ નંબર 6 પુરાવા સાથે ભરીને રજૂ કરવું.પોતાનુ નામ મતદાર તરીકે યાદીમાં છે કે નહીં તે જોવા માટે મતદાર WWW.ceo.gujarat.gov.in અને હેલ્પ લાઈન નબર 1950 ઉપર ECI