તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં બર્ફીલા પવન સાથે ધુમ્મસની ચાદર છવાઈ, હજુ બે દિવસ ઠંડીનું જોર યથાવત્ રહેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે સવારે ધુમ્મસની ચાદર છવાતા વિઝિબિલિટી ઘટી હતી. એસજી હાઈવે પર તો સવારે 8 વાગ્યાની આસપાસ પણ વાહનોએ લાઈટ ચાલુ રાખવી પડી હતી.

24 કલાકમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી અને મહત્તમ તાપમાન 2.7 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ | ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષા બાદ રાજ્યમાં રવિવારે મોડી સાંજથી શરૂ થયેલા બર્ફીલા પવનના કોલ્ડવેવનું જોર વધ્યું છે. જેને કારણે અમદાવાદ સહિત મોટાભાગનાં શહેરોમાં મહત્તમ-લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શહેરમાં ધુમ્મસની ચાદર પણ છવાઈ ગઈ હતી. એક જ દિવસમાં અમદાવાદના લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં 2.7 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. 7.7 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ.

છેલ્લાં ત્રણ દિવસો દરમિયાન ઠંડા પવનોનું જોર ઘટતાં રવિવારે અમદાવાદમાં મહત્તમ-લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડી ઘટી હતી.મહત્તમ તાપમાન 27.4 ડિગ્રીથી 2.7 ડિગ્રી ગગડીને 24.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 13.2 ડિગ્રીથી 3.0 ડિગ્રી ગગડીને 10.2 ડિગ્રીએ પહોંચતાં શહેરમાં સવારથી જ ઠંડકમાં વધારો થયો હતો. હજુ બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે.

7.7 ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડું શહેર
અમદાવાદ 10.2

નલિયા 7.7

વલસાડ 8.6

ગાંધીનગર 9.0

ડીસા 9.4

કંડલા એ. 10.0

વિદ્યાનગર 10.9

રાજકોટ 11.3

વડોદરા 11.4

સુરેન્દ્રનગર 11.4

અમરેલી 12.5

ભુજ 12.4

ભાવનગર 13.4

6 રદ, 44 ફ્લાઈટ 5 કલાક સુધી લેટ
એરલાઈન્સ ફ્લાઈટ મોડી પડી

એર ઇન્ડિયા અમદાવાદ-મુંબઈ 2.45 કલાક

ગોએર અમદાવાદ - જોધપુર 4.20 કલાક

સ્પાઈસ જેટ અમદાવાદ - જયપુર 2 કલાક

ઇન્ડિગો અમદાવાદ- બેંગલુરુ 2.45 કલાક

સ્પાઈસ જેટ અમદાવાદ - ગોવા 2.30 કલાક

એર ઇન્ડિયા લંડન-અમદાવાદ 2.30 કલાક

ઇન્ડિગો બેંગલુરુ-અમદાવાદ 2 કલાક

ગોએર બેંગલુુરુ-અમદાવાદ 2 કલાક

સ્પાઈસ જેટ જબલપુર - અમદાવાદ 4.35 કલાક

ઇન્ડિગો બેંગલુરુ-અમદાવાદ 2.50 કલાક

સ્પાઈસ જેટ શિરડી - અમદાવાદ 3 કલાક

સ્પાઈસ જેટ જોધપુર - અમદાવાદ 4 કલાક

સ્પાઈસ જેટ જયપુર - અમદાવાદ 2.10 કલાક

સ્પાઈસ જેટ જેસલમેર - અમદાવાદ 2.30 કલાક

ઇન્ડિગો હૈદરાબાદ - અમદાવાદ 5 કલાક

સ્પાઈસ જેટ ગોવા - અમદાવાદ 2.25 કલાક

અન્ય સમાચારો પણ છે...