તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ શહેર અને સામરખામાં મળી ત્રણ દુકાનમાંથી લાખોની મત્તાની ચોરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ પોલીસની ઢીલી કામગીરીને પગલે તસ્કરો બેફામ બન્યા છે. તસ્કરોએ આણંદ શહેરમાં ગોપી સિનેમા પાસે આવેલી બે દુકાનોને તેમજ સામરખામાં આવેલી અનાજ કરીયાણાની દુકાનને નિશાન બનાવી તેમાંથી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. જોકે, આણંદ શહેરમાં થયેલી ચોરીની ફરિયાદ મોડી સાંજ સુધી નોંધાઈ નહોતી. જ્યારે સામરખા ગામે થયેલી ચોરીની ફરિયાદ નોંધી હતી.

આણંદ શહેરના ગોપી સિનેમા પાસે આવેલા નારાયણ કોમ્પલેક્ષમાં અનિલ નારંગના રણછોડરાય ઓટો પાર્ટસ અને અનિલ શાહની અનિલ મોટર ઓટો સર્વિસ નામની બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાનના શટર તોડી તેમાંથી ચોરી કરી હતી. અનિલ શાહની દુકાનમાં અંદાજે રૂપિયા એક હજારનું પરચૂરણ હતું. જ્યારે અનિલ નારંગની દુકાનમાં એક વેપારીને રૂપિયા બે લાખ આપવાના હતા તે તેમણે દુકાનમાં રાખ્યા હોય તે ચોરાયા હોવાનું તેમણે જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ 80 ફૂટ રોડ સ્થિત શાંતાબા પાર્ક ખાતે રહેતા પંકજ અરવિંદ ઠક્કરની શ્રીરામ સેલ્સ નામની અનાજ કરીયાણાની દુકાનનું શટર તોડી તેમાંથી તમાકુની વિવિધ આઈટમ્સ તેમજ સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી કુલ રૂપિયા 16 હજારની મત્તાની ચોરી કરી હતી.

આણંદ શહેરમાં થયેલી ચોરીની ફરિયાદ મોડી સાંજ સુધી નોંધાઈ નહોતી

આણંદ જિલ્લા પોલીસની નિષ્ક્રિય કામગીરીને પગલે તસ્કરો બેફામ બન્યા

અન્ય સમાચારો પણ છે...