તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરીયામાં પત્ની સાથે આડા સંબંધના વ્હેમમાં યુવક પર હુમલો થયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોરીયા ગામના કેતનભાઈ પટેલ ધોળેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરીને તેઓ પરત જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અનવરભાઈ મહીડા તેમને મળ્યા હતા. એ સમયે તેમણે તું મારી પત્ની સાથે આડો સંબંધ કેમ રાખે છે તેમ જણાવીને અપશબ્દ બોલી માર માર્યો હતો. કેતન બીકનો માર્યો તેના ઘરે જતો રહ્યો હતો. જોકે, અનવર તેમની પાછળ-પાછળ ચાલતો આવ્યો હતો અને તેણે ઘરમાં પડેલો સ્ટીલનો ચમચો ઉઠાવીને તેના માથામાં મારી દીધો હતો. જેને કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડ્યા હતા. બીજી તરફ આ બનાવને પગલે લોકોનાં ટોળાં એકઠાં થતા અનવર ફરાર થઈ ગયો હતો. જતાં-જતાં તેણે તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પેટલાદ ગ્રામ્ય પોલીસે શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો