તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમાજે દીકરા-દીકરીની અસમતુલાને દૂર કરવા સ્વયં જાગૃત બનવું પડશે : DDO

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કરમસદ ખાતે આવેલા સરદાર પટેલ અને વિઠ્ઠલભાઇ પટેલ સ્મારકમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સમાજમાં જાગૃતતા લાવવાના શુભ આશયથી આણંદ જિલ્લાની મહિલા અને બાળવિકાસ શાખા દ્વારા યોજાયેલ જિલ્લા કક્ષાના એક દિવસીય વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યુંહતું.

વર્કશોપને ખૂલ્લો મૂકતાં જિલ્લા વિકાસ અધિકારી વધુમાં જણાવ્યું હતું કે,દિકરા-દિકરીઓ વચ્ચેની જે અસમતુલા પ્રતિ જાગૃતિ કેળવવાનું કામ ૨૦ વર્ષ પહેલાં થવું જોઇતું હતું તે છેલ્લા પાંચ-સાત વર્ષથી થઇ રહ્યું છે. તેનો ઉલ્લેખ કરી દરેક સમાજમાં કુળદેવી હોય છે પરંતુ સમાજને આજે દીકરી ભારરૂપ લાગી રહી છે તે પ્રતિ ચિંતા વ્યકત કરી દીકરીઓનું ધરતી પર અવતરણ થાય તે માટેની દિશામાં અને સમાજની આ સમસ્યાનો ઉકેલ લાવવાની જવાબદારી મહિલાઓ પાસે હોવાનું જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું હતું કે, જેમ ગુજરાત ઘણા ક્ષેત્રોમાં આગળ છે. દિકરા-દિકરીઓની સમતુલા ક્ષેત્રે પણ આગળ વધે તે માટે સમાજમાં જાગૃતિ લાવવાનું કામ બહેનો વધુ સારી રીતે કરી શકે તેમ છે. આ પ્રસંગે જે માતા-પિતાઓ પોતાને માત્ર એક-બે દિકરી હોવા છતાં દિકરાની ખેવના રાખ્યા સિવાય દિકરીઓને આવકાર આપ્યો છે તેવા સાત માતા-પિતાઓનું જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સરદાર પટેલ યુનિ.ના સેનેટ રાજેશભાઇ પટેલ, જેન્ડર રીસોર્સના નીતાબેન સોજિત્રા, આણંદ લો કોલેજના આચાર્ય, આઇસીડીએસ, સીડીપીઓના કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો