તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન વધતા સમસ્યાની હળવી કરવાના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન વધતા સમસ્યાની હળવી કરવાના ભાગરૂપે જિલ્લા કલેકટર દિલીપ રાણાએ બે મુખ્ય માર્ગોને એક માર્ગીય જાહેર કરવાનું જાહેરનામું બહાર પડાયું છે. આણંદ નગર વિસ્તારના રોડ પૈકી આણંદ ગોપાલ ચાર રસ્તાથી વાહનવ્યવહાર રેલ્વે ગોદી તરફ જઈ શકશે પરંતુ રેલ્વે ગોદીથી ગોપાલ ચાર રસ્તા તરફ કોઇપણ વાહન ચાલક આવી શકશે નહીં. એ જ રીતે જૂના દાદરથી લક્ષ્મી ચાર રસ્તા બાજુ કોઈપણ વાહન ચાલક જઈ શકશે પરંતુ લક્ષ્મી ચાર રસ્તાથી જૂના દાદર તરફ કોઈપણ વાહન-વ્યવહાર થઈ શકશે નહીં. આ માર્ગોને વન-વે જાહેર કરવામાં આવ્યા છે, જેના ભંગ કરનાર વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વન-વે માર્ગોમાંથી સરકારી વાહનો, પ્રવાસી બસો, એમ્બ્યુલન્સ વાન તથા ફાયરબ્રિગેડના વાહનોને મુકિત આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...