તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાન આપવાની પ્રથા પાટીદારોના DNAમાં પહેલેથી જ રહેલી છે : કરસન પટેલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાણા કમાવવા કરતાં તેનો ઉપયોગ કરે અને તેનું દાન કરે તે પાટીદારોના ડીએનએમાં છે. નાણા કમાવવા વિકાસ નથી, નાણાનો ઉપયોગ કરે અને ઉપભોગ ન કરે તે પાટીદાર છે. દાન આપવાની પ્રથા પાટીદારોના ડીએનએમાં પહેલેથી જ રહેલી છે. દુકાળ પડ્યો હોય અને ખેતરમાં પાક થયો હોય તો પણ થોડું અનાજ ખળામાં આપે તે પાટીદાર, એમ નિરમા ગ્રુપના સ્થાપક ચેરમેન પદ્મશ્રી કરસનભાઈ પટેલે આજે શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના રજતજયંતિ સમારોહમાં જણાવ્યું હતું.

પાટીદારોના સમૃધ્ધ પ્રદેશ તરીકે જાણીતા ચરોતરમાં આણંદ સ્થિત શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળનો રજત પર્વ ઉજવણી સમારંભ ચારૂસેટ કેમ્પસ ચાંગામાં ઉજવવામાં આવ્યો હતો. ચારૂસેટ કેમ્પસમાં પ્રથમવાર આવેલા કરસનભાઈ પટેલે નિરમા અને ચારૂસેટ યુનિવર્સીટી સાથે મળીને કામ કરવું જોઈએ તે વાતનો અનુરોધ કરતાં જણાવ્યું કે શિક્ષણની સાથે સાથે વિધાર્થીઓને નીતિમતા મુલ્યોનું શિક્ષણ આપવું પણ જરૂરી છે.

સમારંભમાં નિરમા ગ્રૂપના ચેરમેન ઉપરાંત ભુતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ, મુંબઈના ભુતપૂર્વ શેરીફ મોહનભાઇ પટેલ, સિગિલ ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મનુભાઈ પટેલ, કેળવણી મંડળ-ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા અને સી એચ આર એફ ના પ્રમુખ નગીનભાઇ પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળ અને સી એચ આર એફ ના માનદ મંત્રી ડો. એમ. સી. પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડૉ. પંકજ જોશી હાજર રહ્યા હતા અને પોતાના વિચારો રજૂ કર્યા હતા.

ચારૂસેટના અગ્રણીઓ સહિતની હાજરીમાં પુસ્તરનું વિમોચન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...