Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધી પેટલાદ ખરીદ વેચાણ ચૂંટણીનું પરિણામ જાહેર
ધી પેટલાદ-સોજિત્રા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું પરીણામ ઇન્ચાર્જ મામલતદાર પેટલાદ મહેશ્વરીબેન વાઘેલા દ્વારા બિનહરીફ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં તેજશભાઈ બીપીનભાઈ પટેલની પેનલ બિનહરીફ ચૂંટાઇ આવી તે બાબતે તેજશભાઈ દ્વારા જાણવા મળ્યું કે સંસ્થા સાથે સંયોજીત ગામોમાં ખાતરની અછત વર્તઇ નથી. તેવી કામગીરીઓને કારણે આ ચૂંટણીના પરિણામ બિનહરીફ આવેલ છે. તેમજ સંસ્થા દ્વારા ખેડૂતો અને પશુપાલકોને તેમના વ્યવસાય અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે અનેક સેમિનારોનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત સંઘ દ્વારા ચાલુ વર્ષ સહકાર મોલ ઉભો કરવામાં આવેલ છે. તેના કારણે જીવન જરૂરીયાતની તેમાં ચીજવસ્તુ સસ્તા ભાવે મળી રહે અને બજારમાં ભાવ નિયંત્રણ જળવાઇ રહે તેમજ સંઘ દ્વારા ગૌરીવ્રતનું ખાઉ નહી નફા નહીં નુકશાનના ધોરણે બિલકુલ વ્યાજબી ભાવે. માટે આવા ખેડૂતલક્ષી અને પ્રજાલક્ષી કાર્યના લીધે આ ચૂંટણીનું પરિણામ બિનહરીફ આવેલ છે.