તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંમલીયારામાં વેચેલી જમીન પર પાક ઉગતાં માલિકની નજર બગડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તારાપુરા તાલુકાના આંમલીયારા ગામે રહેતું દલિત પરિવાર ગામની એક જમીન વેચાણે રાખ્યા બાદ પસ્તાઈ રહ્યું છે. તેમની મહેનતથી થયેલ પાકને કારણે ખેતર વેચાણ આપનાર અને તેના મળતીયાઓએ આ પરિવારનું જીવવું હેરાન પરેશાન કરી દેતાં ના છુટકે ગામ છોડવું પડ્યું હતું અને તેઓ પોતાની જમીન અને ખેતરો બચાવવા ગામમાં પરત આવવા માંગે છે પરંતુ પોલીસ રક્ષણ આપવા તૈયાર નથી. આંમલીયારાના દલિત ખેડુતે જીલ્લા પોલીસ વડાને, રાજ્યના પોલીસ વડાને અરજા ગુજારી છે પરંતુ કોઈ તેમની વાત સાંભળવા તૈયાર નથી. જેથી પોતાના ખેતરોને રેઢા મુકી દલિત પરિવારને અન્ય ગામમાં આશરો લેવો પડે છે.

આંમલીયારા ગામમાં રહેતા ભગવાનભાઈ મકવાણાએ ગામના મહેશ ઉર્ફે મહેન્દ્ર રામુભાઈ ચૌહાણ અને જાદવભાઈ જશભાઈ જીવાભાઈ ચૌહાણના પરિવાર પાસેથી ગયા વર્ષે સર્વે નં. 447વાળી જમીન રુ. 4,51,000ની રકમ આપી ખરીદી લીધી હતી. જેમાં તેમણે ડાંગરનો પાક કર્યો હતો જેના પર ઉપરોક્ત ઇસમોની નજર બગડતા ભગવાનભાઈ મકવાણા ખેતરમાં જતા ત્યારે આ ચાર ઉપરાંત પટેલ રાજુભાઈ આશાભાઈ તેમને ખેતરમાં જતા રોકતા હતા અને જાતે જ ડાંગર કાપવા લાગ્યા હતા. જેથી ભગવાનભાઈએ તરત જ તારાપુર પોલીસે મથકે ફરિયાદ આપી હતી.

૧૨ નવેમ્બરના રોજ તેઓ કાપેલ ડાંગર ઝુડવા માટે ગયા ત્યારે આ પાંચેય આરોપીઓ ખેતરમાં આવી પહોંચ્યા હતા અને ધાકધમકીઓ આપી હુમલો કરી માર માર્યો હતો તથા જાતિવાચક શબ્દો બોલી અપમાન કર્યું હતું અને જા ફરી ડાંગર કાપીશ તો જાનથી મારી નાંખીશું તેવી ધમકીઓ આપી હતી. તરત જ ભગવાનભાઈ મકવાણાએ પોતાનું ખેતર પડાવી લેનાર ટોળા સામે એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ આપી હતી. પરંતુ કમનસીબે આજદિન સુધી આ સંદર્ભે કોઈ કાર્યવાહી થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...