મહીના પાણી સીમ વિસ્તારમાં ફરી વળતા 1100 એકર જમીનમાં કરોડોનું નુકસાન

Anand News - the loss of crores in 1100 acres of land in the mahi water seam area again 060020

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:00 AM IST
જિલ્લામાં વહેતી મહીસાગર નદી 3 દિવસથી ગાડીતુર બની છે. રવિવારે નદીમાં 1.50 લાખ ક્યુકેસ પાણી છોડાયું છે. જેથી નદી કિનારે આવેલા કાંઠાગાળાની સીમમાં ફરી વળેલા પુરના પાણી ઓસરતા નથી. આમ 3 દિવસથી કાંઠાગાળાના સીમ વિસ્તારમાં આવેલી હજારો એકર જમીનમાં નદીના પાણી ફરી વળતાં ડાંગર, દિવેલા, કેળ અને તમાકુ સહિતના પાક બોરણામાં ગયો છે. જેના કારણે ચાલુવર્ષે પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. 2 વર્ષ અગાઉ જીએસટી તમાકુના પાક લાદવામાં આવતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. જેથી કેટલાંક નાના ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. જો કે તંત્ર દ્વારા રવિવારે ભાંઠાના ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરીને નુકસાન તાગ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

કાંઠાગાળમાં ભાંઠ મંડળી વર્ષોથી તમાકુનો પાકનું વાવેતર કરી રહી છે. 2017માં તમાકુની બનાવટોના ઉત્પાદન પર અને વેચાણ તથા તમાકુ ખરીદનાર જીએસટી લાગુ કરાતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અગાઉ ભાંઠા વિસ્તારમાં 20 હજાર મણ તમાકુ પાકતો હતી. 2 વર્ષમાં ઘટીને હાલ 16 હજાર મણ તમાકુ પાકે છે. ગત વર્ષે વરસાદ ઓછો અને અનિયમિત હોવાથી તમાકુનું ઉત્પાદન ઘણું ઓછું થયું હતું જ્યારે ચાલુ વર્ષે સારો વરસાદ હોવાથી તમાકુ સારો પાકશે. તેવી આશા હતી. તેને ધ્યાને લઇને 4 દિવસ અગાઉ 44 લાખ રોપાની રોપણી કરાઈ હતી. તેની પાછળ ખેડ ખાતર સાથે 40 લાખનો ખર્ચ થયો હતો. પરંતુ મહીસાગર નદીમાં પુર આવતાં કાંઠાગાળાના ગંભીરા, નાની સંખ્યાળ, બામણગામ સહિતના સીમ વિસ્તારમાં આવેલી હજારો વીધા જમીનના ધરૂવાડીયા ધોવાઇ ગયા છે. જેના કારણે લાખોનું નુકશાન થયું છે.

આ ઉપરાંત ડાંગરના પાક પાણીમાં બોરણા જતાં કોહવાઇ ગયો છે.જેના કારણે 25 લાખનું નુકશાન થયું છે. ગંભીરા અને કાઠીયાખાડની 500 એકર જમીનમાં પાણી ધુસી જતાં કરોડો નુકશાન થયું છે.

આણંદ જિલ્લા ખેતીવાડી વિભાગે કાંઠાગાળાનાં ગામોમાં સરવે હાથ ધર્યો

આણંદ જિલ્લાના બોરસદ અને આંકલાવ તાલુકામાં ગંભીરા, બામણગામ, નાની સંખ્યાયાડ, સારોલ સહિત ગામોમાં મહી નદીના પાણી ખેતરોમાં ઘુસ્યા છે. જેના કારણે ખેડૂતોને પાકને નુકસાન થયું છે. ત્યારે રવિવારે ખેતીવાડી વિભાગ આણંદ ટીમ બામણગામ સહિત આજુબાજુના ગામોની મુલાકાત લઇને નુકસાની સર્વે હાથ ધર્યો છે.

X
Anand News - the loss of crores in 1100 acres of land in the mahi water seam area again 060020

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી