તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તારાપુરની દુગારી સીમમાં દીપડો દેખાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તારાપુર તાલુકાના ખડા-દુગારી ગામની સીમમાં શનિવારે મોડી સાંજે દીપડો દેખાતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બનાવને પગલે સીમ વિસ્તારમાંથી લોકોના ટોળેટોળાં લાકડી-દંડા સાથે ઉમટી પડ્યા હતા. જોકે, દીપડો પુન: જોવા મળ્યો નહોતો.

આ અંગે વાત કરતા દુગારી ગામના સરપંચ કાળુભા પરમારે જણાવ્યું હતું કે, તેમના ગામના ધુળાભાઈ ગોહિલ શનિવારે સાંજ પાંચ વાગ્યે સીમ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન, એ સમયે તેમણે દીપડો જોયો હતો. જેને પગલે તેઓ ડરી ગયા હતા. તેઓ દીપડાને જોતાં જ ત્યાંથી ભાગવા જતાં તેમને ઈજા પણ પહોંચી હતી. તેમણે સમગ્ર હકીકત ગ્રામજનોને કહેતાં લોકોના ટોળાં લાકડી-દંડા સાથે ઉમટી પડ્યા હતા. જોકે, એ પછી દેખાયો નથી તેમ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...