મહીનાં પાણી ઓસરતાં 26 ગામોમાં પૂરનો ખતરો ટળ્યો

Anand News - the floods in 26 villages were overflowing with lukewarm water 060031

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:00 AM IST
આણંદ જિલ્લામાં પસારથતી મહિસાગર નદીમાં છેલ્લા બે દિવસ સતત 5 લાખ કયુસેક પાણી છોડતા રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તેના કારણે આણંદ જિલ્લા 26 ગામો પૂર ખતરો તોડાઇ રહ્યો હતો. જ્યારે રવિવારે પણ 1.50 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. ઉમેટા, ગંભીરા, બામણગામ સહિતના સીમ વિસ્તારો નદીના પાણી ફરી વળ્યા હતા. ગંભીરા સીમ વિસ્તારમાં રહેતા 1500 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જો કે પાણી ઓસરતા તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા.સીમ વિસ્તારમાંથી પાણી ઉતરતા પાકને નુકશાન થયું છે કે નહીં તે જોવા માટે ખેટૂતો ખેતરમાં દોડી ગયા હતા. બપોરબાદ મહીના પાણી ઓસરતા કાંઠાગાળાની જનતાએ હાશકારો અનુભવ્યો હતો.

આણંદ તાલુકા ખેરડા અને વહેરાખાડી ગામના સીમ વિસ્તારમાં નદી પાણી ફરી વળ્યા હતા. જેના ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગો બંધ થઇ ગયા હતા.તેમજ ખેતરોમાં પાણી ભરાતા ભારે નુકશાન થયું હતું. જો કે રવિવાર બપોરના 2 વાગ્યાબાદ મહીનદીમાં પાણી ઓસર્યા હતા.જેના કારણે સીમ વિસ્તારના રસ્તા ખુલ્લા થયા હતા.લોકોની અવર જવર શરૂ થઇ ગઇ હતી. ઉમેટા ગામે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી હટતાં લોકોએ ઘરમાં ઘુસેલા પાણી ઉલેચીને બહાર કાઢ્યાં હતાં. ઉમરેઠ તાલુકાના 2 આણંદ તાલુકાના 4 અને બોરસદ અને આંકલાવ તાલુકાના 12 ગામોમાં પુરનો ખતરો ટળતાં લોકોએ રાહત અનુભવી હતી. આજે વહેલી સવાર થી સીમ વિસ્તારમાં મહીનો નજારો જોવા માટે લોકો ગામે ગામ ઉમટી પડ્યાં હતાં. મહીના પાણી ઓસરે તે માટે વધામણા પણ કર્યા હતાં.

2 દિવસ સુધી મહી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્રીજા દિવસે બપોર સુધી સ્થિતિ યથાવત રહેતાં લોકો ચિતિંત જણાયા હતા. સાંજે પાણી ઓસરતાં સીમ વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી.

X
Anand News - the floods in 26 villages were overflowing with lukewarm water 060031
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી