તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રાહ્મણ કલ્યાણ બોર્ડ રચવા દ્વિજ મેડિકલ ફાઉન્ડેશનની માગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રાહ્મણ સમાજના ડોક્ટરો દ્વારા સ્થાપિત દ્વિજ મેડિકલ ફાઉન્ડેશન દ્વારા આણંદ ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના તબીબો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ડો. એસ. વી. ત્રિપાઠી દ્વારા બ્રાહ્મણ કલ્યાણ બોર્ડ ની રચના કરવાનો ઠરાવ રજૂ કરાતા તમામ લોકોએ તેને મંજૂરી આપી હતી. જેના પગલે આ ઠરાવ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરી બોર્ડ ની રચના કરવાની માગણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અમદાવાદ ઉપરાંત આણંદ, વડોદરા, પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાંથી આવેલા ડોક્ટરોએ ભગવાન પરશુરામની પૂજા પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...